GSTV
Home » News » મણિપૂર વિધાનસભા બહાર ગ્રેનેડ હુમલો, સીઆરપીએફના બે જવાન ઘાયલ

મણિપૂર વિધાનસભા બહાર ગ્રેનેડ હુમલો, સીઆરપીએફના બે જવાન ઘાયલ

મણિપુર વિધાનસભા પરિસરની બહાર શુક્રવારના રોજ હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. જાણકારી પ્રમાણે હેન્ડ ગ્રેનેડ વિધાનસભા પરિસરની બહાર થાંગમીબાંઘ ક્લબની પાસે ફેંકવામાં આવ્યો. આ દરમિયાન ત્યાં હાજર સીઆરપીએફના બે જવાનોના ઘાયલ થવાની ખબરો છે. હાલમાં એ જાણવા નથી મળ્યું કે આ હુમલો કોણે કર્યો છે.

જણાવી દઈએ કે ગુરૂવારે મણિપૂરમાં મ્યાંમાર સીમાની પાસે સેનાના અસમ રાઈફલ કેમ્પ પર આવેલા ઉગ્રવાદીઓએ હુમલો કરી દીધો હતો. જો કે આ હુમલામાં કોઈ જાનહાની નથી થઈ. જવાનોએ સમય રહેકા આ ઉગ્રવાદીઓને ભાગવા પર મજબુર કર્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ચંદેલ જિલ્લાની છે. ઉગ્રવાદીઓએ સેન્ય કેમ્પમાં બોમ્બ ફેક્યાં. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. થોડા મિનિટો સુધી બંને પક્ષોની વચ્ચે ગોળીબારી પણ કરવામાં આવી હતી. ઝડપથી ઉગ્રવાદી નજીકના પહાડો પરથી ભાગવામાં મજબુર થઈ ગયા હતા. આ સીમા ચોકી ચંદેલ જિલ્લાના સેહલોન ગામમાં છે.

પ્રતિબંધિત સંગઠન પીપલ્સ ફ્રંટ અને મણિપૂર નાગા પીપલ્સ ફ્રંટે પ્રેસ રિલીઝ જાહેર કરી હુમલાની જવાબદારી લીધી હતી.

READ ALSO

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ

Mayur

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!