GSTV
India News Trending

ઉત્તરપ્રદેશ/ હેવાનિયતની હદ પાર! યુવતી સાથે દુષ્કર્મ આચરી છ યુવકોએ બનાવ્યો નગ્ન વીડિયો, પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ

યુપીના હમીરપુરમાં બુધવારે એક વીડિયો વાયરલ થયો છે જેણે પોલીસની ઉંઘ ઉડાડી દીધી છે. વાયરલ વીડિયોમાં 6 યુવકોએ એક વિદ્યાર્થીનીને નિર્વસ્ત્ર કરી તેની સાથે ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી છે. વાયરલ વીડિયો હમીરપુર સદર કોતવાલી વિસ્તારના સિટી ફોરેસ્ટ વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. પોલીસે આ કેસમાં એક સગીર સહિત પાંચ યુવકોની અટકાયત કરી છે.

આ વીડિયો સીટી ફોરેસ્ટ વિસ્તારનો છે. ત્યાં 6 યુવકો જેમના હાથોમાં બેલ્ટ અને ડંડા છે તેઓ નિર્વસ્ત્ર યુવતીને માર મારી રહ્યા છે. આ વીડિયોને જોતા એવું લાગે છે કે, તે ગેંગરેપ જેવો જઘન્ય અપરાધ છે. જોકે, હમીરપુર પોલીસ અધિક્ષક શુભમ પટેલે તેને ગેંગરેપ જેવી ઘટના ગણાવવાનો ઈનકાર કર્યો છે. તેમણે 3 યુવકોની અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું.

ઘટનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, યુવતી એક યુવક સાથે સિટી ફોરેસ્ટ ફરવા ગઈ હતી. નિર્જન વિસ્તારમાં યુવક અને યુવતીને જોઈને ત્યાં હાજર બદમાશોએ બંને સાથે ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી હતી. યુવતીને નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો હતો. હાલમાં યુવતી ગુમ છે તેની કોઈ જાણકારી નથી મળી રહી.

આ મામલે સદર કોતવાલી પ્રભારી દુર્ગવિજય સિંહે જણાવ્યું કે, ત્રણ યુવકોને પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જેમાં કન્હૈયા શર્મા (42), પ્રિતમ શર્મા (18) અને મોહમ્મદ ફૈઝલ (17)નો સમાવેશ થાય છે. ત્રણેય ગૌરા દેવીના રહેવાસી છે. બાદમાં અન્ય બે લોકોને પણ ઓળખી કાઢવામાં આવ્યા હતા અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જેમાં અરવિંદ ઉર્ફે કમલ નિષાદ અને એક સગીરનો સમાવેશ થાય છે. પોલીસે મોડી રાતે કુલ પાંચ લોકોની અટકાયત કરી છે. દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

READ ALSO

Related posts

59 વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક આવ્યો ગુરુ! હવે 107 વર્ષ પછી ફરી થશે આવી ઘટના, આટલા કિલોમીટર દૂર

Damini Patel

સુપ્રીમ કોર્ટે કર્યું સ્પષ્ટ- કોઈ કર્મચારીએ કંપનીને ખોટી માહિતી આપી તો છીનવી શકાય છે નોકરી

Damini Patel

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel
GSTV