GSTV

‘ગુડ ન્યુઝ’ માટે સંબંધોની અદલા-બદલી, સાસુ-વહુના સંબંધને અલગ દિશા આપશે આ સીરિયલ

માત્ર ફિલ્મી કહાનીયોમાં જ નહી, હવે ટીવી સીરિયલોમા પણ પ્રયોગ શરૂ થયા છે. આગામી મહીનાથી ઝી ટીવી પર એવી સીરિયલ આવી રહી છે. જેમાં તમને સાસુ ગર્ભવતી નજર આવશે અને વહુ તેનું ધ્યાન રાખશે. ચેનલ પ્રમાણે આ ભારતીય સમાજમાં સાસુ-વહુના બદલતા સંબંધને અહીંયા નવી રોશનીમાં દર્શાવશે. સીરિયલનું નામ હશે ‘હમારી વાલી ગુડ ન્યુઝ’. અહીંયા એક વહુ નવ્યા અને સાસુ રેણુકા પરિવારમાં ખૂબ રાહ જોવાતી ગુડ ન્યુઝ માટે સંબંધોની અદલા-બદલા કરી લેતી હોય છે. શોનું પ્રસારણ 20 ઓક્ટોબરથી શરૂ થશે. આ સોમવારથી શનિવાર દરરોજ સાંજે 7.30 વાગ્યાથી ટીવી પર આવશે.

ગુડ ન્યૂઝની અપેક્ષા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગરાની પૃષ્ઠભૂમિ પર આધારાતિ આ શો તિવારી પરિવારની કહાની છે. અહીંયા લગ્ન બાદ પરીવારના લોકો દિકરા-વહુને ગુડ ન્યૂઝની અપેક્ષા કરી રહ્યા છે. કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે એવા છે જ્યારે વહુ પ્રેગ્નેન્ટ ન થવા પર સાસુ તેને મ્હેણા મારવાની જગ્યા ખુદ જ એવુ પગલુ ભરે છે. તે પોતાની ઉંમર અને લોકો શું કહેશે જેવી વાતોને સાઈડમા કરી પોતાની પતિની સાથે મળીને એક બાળકને જન્મ આપવાનો નિર્ણય કરે છે. જેથી પરિવારમાં ગુડ ન્યૂઝ આવે. એવામાં પરિવારમાં સાસુ-વહુની ભૂમિકાઓમાં ફેરફારની વચ્ચે બંનેનો સંબંધ વધુ ગાઢ બની જાય છે. સાસુ પ્રેગ્નેન્ટ થાય છે અને વહુ તેની સારસંભાળ કરે છે.

અભિનેત્રી સૃષ્ટિ જૈન 23 વર્ષની યંગ

કોન્ફિડેન્ટ પરણિત નવ્યાની ભૂમિકા નિભાવી રહી છે. જે કિંડરગાર્ડનના બાળકોને ભણાવે છે. પ્રખ્યાત ટીવી અભિનેત્રી જૂહી પરમાન, નવ્યાની સાસુ રેણુકાનું પાત્ર ભજવશે. લોકપ્રિય અભિનેતા શક્તિ આનંદ મુકુંદનું પાત્ર ભજવી રહ્યા છે. જો રેણુકાના પતિ અને નવ્યાના સસરા છે. જુહીના જણાવ્યા મુજબ રેણુકાની ભૂમિકા ભજવનાર પડકારજનક હતુ કારણ કે, જ્યારે તેમનો પુત્ર અને પુત્રવધૂ સંતાન પેદા કરી શકતા નથી, ત્યારે તે પોતાને પતિ સાથે મળીને સંતાન પેદા કરવાનો નિર્ણય લે છે. આવા નાજુક મુદ્દાને સંભાળવી તે મોટી જવાબદારી છે અને હું આશા રાખું છું કે હું આ ભૂમિકા માટે ન્યાય કરી શકીશ.

READ ALSO

Related posts

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!