GSTV

હમારા બજાજ…. લોકોના મુખે ચડી ગયેલા શબ્દો ફરી દોહરાશે : જુઓ ચેતક સ્કૂટરનો નવો અવતાર

બજાજના બે પૈડા વાહનોનું જ્યારે પણ વાત થાય છે તો ચેતક સ્કુટરની ચર્ચા જરૂર થાય છે પરંતુ વિતેલા 14 વર્ષથી બજાજની આ બ્રાંડ ગાયબ હતી. હવે એકવાર ફરી બજાજના ચેતકે બજારમાં વાપસી કરી છે. જો કે આ વખતે આ ઈલેક્ટ્રીક અવતારમાં છે. તેની સાથે  Urbanite બ્રાંડના આ સ્કૂટર દ્વારા બજાજે ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટમાં પગલું રાખ્યું છે. ભારતીય બજારમાં બજાજના ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલર સેગમેન્ટમાં પગલું રાખી દે છે. ભારતીય બજારમાં બજાજના ઈલેક્ટ્રીક સ્કુટર ચેતકનો મુકાબલો Ather 450 અને Okinawa Praise થવાની આશા છે.

બે વેરિએન્ટમાં સ્કૂટર

બજાજનું ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર બે વેરિયંટમાં મળશે. આ બે વેરિયંટ-ઈકો અને સ્પોર્ટ મોડ છે. બજાજ ઓટો ઈકો મોડમાં 95 કિલોમીટરની રેન્જ ઓફર કરશે જ્યારે સ્પોર્ટ મોડમાં આ સ્કૂટર 85 કિલોમીટરની રેન્જ આપશે આ સિવાય સ્કૂટર 6 કલરના ઓપ્શનમાં છે. જો કે બજાજની આ સ્કુટરની કિંમતનો ખૂલાસો હજી થયો નથી પરંતુ આ સ્કૂટરની કિંમત 1 લાખ રૂપિયાની આસપાસ રહી શકે છે. બજાજ ચેતક ઈલેક્ટ્રીક સ્કૂટર જાન્યૂઆરી 2020મા લોન્ચ થશે અને કંપની ત્યારે તેની પ્રાઈઝની ઘોષણા થશે.

આ સ્કૂટરના ફીચર્સની વાત કરીએ તો સેફ્ટી માટે ઈન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ મળશે. તેમાં મોટો ડિઝિટલ ઈન્ટ્રૂમેન્ટ પેનલ હશે. જ્યારે સ્માર્ટફોન અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન માટે આ ઈન્સટ્રૂમેન્ટ પેનલ બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ સપોર્ટ કરશે. આ સિવાય ફ્રંટ અને રિયર ડિસબ્રેક મળવાની પણ સંભાવના રહેલી છે.

READ ALSO

Related posts

VIDEO: જેકી શ્રોફની લાડલી દિકરીનો બિકનીમાં આવ્યો વીડિયો, બોયફ્રેન્ડ સાથે માણી રહી છે હળવાશની પળ

Pravin Makwana

પત્નીને અસંતોષ છે તો ઘોડા જેવા છે આ ઉપાયો, શિશ્નની સાઈઝને સાઈડ પર રાખી આ રીતે સંબંધોનો આનંદ લો

Karan

લોક સુનાવણીમાં લોકોનો વિરોધ જોતા કલેકટરે ચાલતી પકડી, વડાપ્રધાનના હસ્તે કરાયું હતું આ પ્લાન્ટનું ઉદ્ઘાટન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!