GSTV
Home » News » ચક્રવાતની આફત વચ્ચે ઉપયોગમાં આવે છે આ એક વસ્તુ, 2001નાં ભૂકંપમાં પણ કરાયો હતો ખૂબ ઉપયોગ

ચક્રવાતની આફત વચ્ચે ઉપયોગમાં આવે છે આ એક વસ્તુ, 2001નાં ભૂકંપમાં પણ કરાયો હતો ખૂબ ઉપયોગ

વાયુ ચક્રવાતને લઈને હજુ ખતરો ટળ્યો નથી. તેવામાં ગાંધીનગરમાં હેમ રેડિયોનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. હેમ રેડિયોએ વાવાઝોડા, પૂર જેવી કુદરતી આપતીની સ્થિતિમાં આશિર્વાદ રૂપ નીવડતો હોય છે. જીએસીટીવીની ટીમ ગાંધીનગર ખાતેના હેમ રેડિયોના કંટ્રોલ રૂમ પર પહોંચી છે. વાવાઝોડાની સ્થિતિને જોતા જામનગર, પોરબંદર વેરાવળ અને રાજકોટ ખાતે હેમ રેડિયો સ્ટેશન ઉભા કરવામાં આવ્યાં છે. દરેક સ્ટેશન ખાતે ૩ થી ૪ હેમ રેડિયો ઓપરેટર સતત ફરજ બજાવી રહ્યા છે.

આ સ્ટેશનો અંતરિયાળ ગામોની સતત બદલાતી રહેતી પરિસ્થિતિથી તંત્ર અને જિલ્લા કલેકટરને વાકેફ કરી રહ્યા છે. આ રેડિયો સ્ટેશન સાથે ગાંધીનગર તથા અમદાવાદ ખાતે રહેતા હેમ રેડિયો ઓપરેટર સતત સંપર્કમાં છે ગાંધીનગર ખાતેથી આ પ્રવૃતિનું સમગ્ર સંચાલન પ્રવીણ વલેરા અને કૌશલ જાની  કરી રહ્યા છે. અમદાવાદથી કરંજિયા અને અન્ય હેમ રેડિયો ઓપરેટર પણ સતત સંપર્કમાં છે. ગાંધીનગરની ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ અમેચ્યોર રેડિયો સંસ્થા વાયુ વાવાઝોડાના સંકટ સમયે બચાવ કામગીરી મહત્વનો રોલ નિભાવવા તૈયાર છે.

હેમ રેડિયો. તમે આ નામ ઓછુ સાંભળ્યું હશે, પરંતુ હેમ રેડિયો એવી આફતોમાં સૌથી વધારે મદદગાર હોય છે જ્યારે ટેલિફોન, મોબાઈલ કે ઈન્ટરનેટ સેવા સંપૂર્ણ પણે થપ્પ થઈ જાય. આવી પરિસ્થિતિમાં હેમ રેડિયો થતી જે તે વિસ્તારમાં કમ્યુનિકેશન કરી શકાય. રેડિઓમાં આપણે માત્ર સાંભળી શકી, પરંતુ હેમ રેડિયોમાં બંને તરફથી કમ્યુનિકેશન થઈ શકે. એટલે કે તમે મેસેજ મોકલી પણ  શકો અને સાંભળી પણ શકો.

વાયુ વાવાઝોડોના સંકટમાં જો જે તે વિસ્તારમાં ઈન્ટરનેટ કે મોબાઈલ સેટ ઠપ્પ  થશે. તો હેમ રેડિયોની ટીમ એનડીઆરફ સહિત જે તે બચાવ ટીમને મેસેજ પહોંચાડશે અને બચાવ કાર્યમાં વધુ મદદ રૂપ થશે. એનડીઆરએફ કે પોલિસ એક જ ફ્રિક્વન્સી પર કામ કરે છે,પરંતુ હેમ રેડિયો પર એકથી વધુ ફ્રિક્વન્સી પર કામ કરી શકાય, જેનું ઉત્તમ ઉદહારણ ગુજરાતની 2001ની ભૂકંપની ઘટના છે, એ સમયે ટેલિફોન સેવા મહદઅંશે ઠપ્પ થઈ ચૂકી હતી. આ પરિસ્થતિમાં અંતરિયાળ વિસ્તાર સુધી કે અંતરિયાળ  વિસ્તારમાં માહિતી પહોંચાડવા માટે હેમ રેડિયોનો જ ઉપયોગ થયો હતો.

Read Also

Related posts

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

મહેસાણા: વ્યાજખોરો બેફામ, એક વર્ષથી વ્યાજખોરોનાં ત્રાસથી યુવકે જીવન ટુંકાવ્યું

Riyaz Parmar

રાજકોટ: આવાસ યોજનામાં હેરાફેરીની ઉઠતી ફરિયાદ, મનપા દ્વારા સઘન ચેકિંગ કરાતા ફફડાટ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!