GSTV
India News Trending

વર્ષો જૂની હલવા સેરેમનીની પરંપરા સાથે બજેટ તૈયાર કરવાની કામગીરીનો પ્રારંભ

વર્ષો જુની પ્રથા પ્રમાણે કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયમાં હલવા સેરેમની સાથે બજેટ તૈયાર કરવાની શરુઆત થઈ ગઈ છે. જેમાં નાણા મંત્રી નિર્મલા સિતારમનની સાથે રાજ્ય કક્ષાના નાણા મંત્રી અનુરાગ ઠાકુર, ફાઈનાન્સ સેક્રેટરી રાજીવ કુમાર સહિતના અધિકારીઓ હાજર હતા.

હલવા સેરેમની બાદ નાણા વિભાગના 100 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ નોર્થ બ્લોકમાં બંધ થઈ જશે અને બજેટ રજૂ થાય ત્યાં સુધી તેમનો બહારની દુનિયા સાથે સંપર્ક કપાઈ જશે.એક ફેબ્રુઆરીએ નાણા મંત્રી બજેટ લઈને સંસદ પહોંચશે અને બજેટ રજૂ કરાશે.જેના પર બજેટ તૈયાર થવાનુ છે તે કોમ્પ્યુટરને બાકીના કોમ્પ્યુટર અને અન્ય સંચાર વ્યવસ્થાથી ડીસકનેક્ટ કરી દેવામાં આવશે.

વર્ષોની પરંપરા પ્રમાણે હલવાને કોઈ પણ સારા કામની શરુઆત કરવા માટે શુભ માનવામાં આવે છે.નોર્થ બ્લોક એટલે કે નાણા મંત્રાલયમાં આ સેરેમની વર્ષોથી ચાલતી આવે છે.જેમાં એક મોટી કઢાઈમાં હલવો બનાવાય છે.

READ ALSO

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા

Vushank Shukla

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla
GSTV