GSTV

હળવદ: બપોરે 12 વાગ્યાની આસપાસ પસાર થશે વાવાઝોડુ, 55 ગામ પ્રભાવિત થવાના અનુમાન, શાળાઓમાં લોકોને શિફ્ટ કરાયા

Last Updated on May 18, 2021 by Pravin Makwana

હળવદમા વાવાઝોડુ બપોરે બાર વાગ્યાની આસપાસ પસાર થશે. જેમાં 55 ગામોને વાવાઝોડામાં પ્રભાવીત થાય તેવુ અનુમાન છે. હળવદ શહેર સહિત રણકાંઠા વિસ્તારના અન્ય ગ્રામ્ય વિસ્તાર કડિયાણા રાયસંગપર જોગડ રાણેકપરમાં વરસાદ પડ્યો હતો. શહેરમાં 300થી વધુ લોકોને મોડેલ સ્કૂલ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રના જિલ્લામાં અને કચ્છમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે વાવાઝોડું ગુજરાતમાં ટકરાવાની સંભાવના છે, ત્યારે હળવદના ટીકર(રણ) ગામે તંત્ર સાથે સેવાભાવી લોકો દ્વારા  સાવચેતીના ભાગરૂપે ૩૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ટીકર રણની ઢસી  વિસ્તારમાં. ખરાવાડમાં વિસ્તારમાંથી અન્ય વિસ્તારોમાં થી ૩૦૦ લોકોનું સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

સ્થાનિક તંત્રને અને  ટીકર ગામના સેવાભાવીલોકો દ્વારા સાવચેતીના ભાગરૂપે ૩૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.વાવાઝોડાની આગાહી લયને તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાવવામાં આવ્યા છે.તેજ પવન ફુંકાયા હતો. રણકાઠા વિસ્તારમાં વાવાઝોડાના પગલે પવનના સૂસવાટા વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, હળવદ મામલતદાર એચ.કે.આચાર્ય, તાલુકા વિકાસ અઘિકારી અમિતભાઈ રાવલ, પી.એસ.આઈ રાઘિકા રામાનુજ, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, ટીકર ગ્રામ પંચાયતના સરપંચ સંગીતાબેન વિજયભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ મોરબી જિલ્લા પંચાયત મનસુખભાઈ પટેલ. ઇબ્રાહીમભાઇ.સહીતના લોકો ઉપસ્થિત રહી શ્રમિકોનું સ્થળાંતર કરાવ્યું હતું.વાવાઝોડાની આગાહીને લઈ હળવદ  સ્થાનિક પ્રશાસન એલર્ટ બન્યું છે.

વાવાઝોડાની આગાહીને લઈ હળવદ  શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પ્રસાશન દ્વારા સાવચેત રહેવા અપીલ કરાઈ છે. વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરાવવામાં આવ્યાં છે.વાવાઝોડા વખતે કોઈ અનિચ્છનીય ઘટના બનેતો કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરાઈ. તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ,નગરપાલિકા કંટ્રોલ રૂમ, જીઈબી કંટ્રોલ રૂમ, પોલીસ કંટ્રોલ રૂમ,ફોરેસ્ટ કંટ્રોલ રૂમ, સિંચાઈ કંટ્રોલ રૂમ શરૂ કરાયા. તંત્ર દ્વારા  તકેદારીના તમામ પ્રયાસો  હાથ ઘરવામાં આવ્યા છે.

માળિયા તાલુકાના જુમાંવાડી વિસ્તારમાં ૮૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે ઊંટબેટ ગામે પણ ૬૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જયારે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૨ જનરેટર અને ડીઝલની વ્યવસ્થા કરવામાં આવી છે .

વાવાઝોડાને પગલે એનડીઆરએફ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને તંત્ર આગોતરા તૈયારી કરીને વાવાઝોડાને પગલે સૌથી ઓછું નુકશાન થાય તેમજ જાનહાની ના થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે. જેમાં મોરબી જીલ્લામાં સ્થળાંતર પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. માળિયા તાલુકાના જુમાંવાડી વિસ્તારમાં ૮૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે, જેને ન્યુ ટાટાનગર ખાતે રાખવામાં આવશે. જયારે મોરબીના ઊંટબેટ (શામપર) ગામે ૬૦ લોકોને ગામની પ્રાથમિક શાળામાં ખસેડાયા છે. તે ઉપરાંત ઝીઝુંડામાં ૩૦ અને શામપરમાં ૪૦ જેટલા લોકો જે કાચા મકાનમાં રહેતા હોય ગામની પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવ્યા છે તેવી માહિતી નાયબ મામલતદાર તેજસ પટેલ અને સંજયભાઈ પાસેથી પ્રાપ્ત થઇ છે. તો એનડીઆરએફ ટીમો સતત કાર્યરત હોવાનું એનડીઆરએફના પીઆઈ પુરોહિત અને પીઆઈ રાકેશે જણાવ્યું હતું.

વાવાઝોડાને લીધે 930 લોકોનું સ્થળાંતર

વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા આમરણ ખાતે ૨ આશ્રય સ્થાનો રિઝર્વ રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી છે જેથી સ્થળાંતર કરેલ લોકોને સમયસર ત્યાં ખસેડી લેવાશે. વળી, વાવાઝોડાને પગલે મોરબી સિવિલ હોસ્પીટલે જનરેટર અને ડીઝલની વ્યવસ્થા કરી  

વાવાઝોડાને પગલે મોરબી સિવિલ હોસ્પિટલે આગોતરા તૈયારી કરી છે, જેમાં હોસ્પિટલ ખાતે ૨ જનરેટર અને ૧૦૦ લીટર ડીઝલ રાખવામાં આવ્યું છે. જેથી ભારે પવનથી વીજળી ગુલ થઇ જાય તો પણ દર્દીઓને ઓક્સીજન કે વેન્ટીલેટરમાં રૂકાવટ ના થાય કોરોના વોર્ડમાં રહેલ દર્દીઓને મુશ્કેલી ના પડે તે માટે તંત્રએ આગોતરા આયોજન કર્યું છે.

માળિયાના નવલખી બંદરે ૨ નંબર સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યું છે તેમજ વાવાઝોડાને પગલે માછીમારોને સાવચેત રહેવા અને દરિયો ના ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે. વાવાઝોડાની આગાહીને પગલે એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે, જે ટીમો નવલખી બંદરના જુમાંવાડી, બોડકી, વર્ષામેડી સહિતના ગામોનું નિરીક્ષણ કરશે અને જરૂરત પડયે ગ્રામજનોને સ્થળાંતર પણ કરાવવામાં આવશે.

વાવાઝોડા પહેલા શું શું તૈયારીઓ રાખવી

– રહેઠાણની મજૂબતીની ખાતરી કરી બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો. – સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો. – રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો. – ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો. – માછીમારોએ દરિયામાં જવું નહી, બોટ સલામત સ્થળે લાંગરવી. – અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું. – આશ્રય લઇ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો. – સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો. – અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખવા.

વાવાઝોડા દરમિયાન લેવાના થતા તકેદારીના પગલાઃ

– જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવો. – રેડિયો પર સમાચાર સાંભળતા રહી સૂચનાઓનો અમલ કરો. – વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહી. – વાવાઝોડાના સમયે રેલ મુશાફરી કે દરિયાઇ મુશાફરી હિતાવહ નથી. – વીજ પ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા. – દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઇનો નજીક ઊભા રહેશો નહી. – ખોટી અફવા, અધુરી જાણકારી વાળી માહિતી (અર્થાથ અફવા) ફેલાવતી અટકાવી આધારભૂત સૂચનાઓને અનુસરવું.

વાવાઝોડા બાદ કરવાની થતી જરૂરી કાર્યવાહીઓઃ

બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી. – અસરગ્રસ્તોની મદદ કરવી, બચાવ કરવો, સલામત સ્થળે લઇ જવા. – જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી. – ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું.

READ ALSO

Related posts

વાયરલ વીડિયો / ‘Bella Ciao’નું દેશી વર્ઝન જીતી ગયું લોકોનું દિલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

Vishvesh Dave

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

શેરી ગરબાને મંજૂરીની અસર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના બજાર પર, નહિવત ઘરાકીને પગલે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!