GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

જરૂર પડે તો સુરત-વલસાડમાં તૈનાત NDRFની ટીમને નવસારી બોલાવાશે

”વાયુ” વાવાઝોડું ત્રાટકવાની ભીંતીને પગલે નવસારી જિલ્લાના દરિયા કિનારાના ૩૦ ગામોને એલર્ટ કરી દાંડી, ઉભરાટ અને ધોલાઈ બંદરે ત્રણ દિવસ માટે સહેલાણીઓ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. જિલ્લામાં એન.ડી.આર. એફની ટીમ ફાળવવામાં આવી નથી પણ જરૂર પડે સુરત કે વલસાડમાં તૈનાત ટીમને બોલાવાશે.

અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે ”વાયુ” નામનું તોફાની વાવાઝોડું અને અતિભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લામાં જલાલપોર અને ગણદેવી તાલુકાનાં દરિયા કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

જિલ્લા કલેકટર દ્વારા જે તે વિભાગનાં અધિકારી-કર્મચારીઓની ટીમો બનાવી મીટીંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે. અને એકબીજાના સંકલનમાં રહી સુરક્ષા સલામતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે દરિયા કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

માર્ગ-મકાન અને વન વિભાગને વાવાઝોડા-વરસાદમાં વૃક્ષો પડે ત્યારે તકેદારી બાબતે સુચના આપવામાં આવી છે. દ.ગુ.વીજ કંપનીને વીજ પુરવઠા અંગે સાવધાની રાખી વીજ પુરવઠો ન ખોરવાય તેની તકેદારી રાખવા જણાવાયું છે. 

તો બીજી તરફ નવસારી જિલ્લા માટે એન.ડી.આર.એફની ટીમ ફાળવવામાં આવી ન હતી. સુરત અને વલસાડ જિલ્લાનાં એનડીઆરએફની ટીમ તૈનાર હોય જરૂર જણાય તો મદદ માટે બોલાવવામાં આવશે. આ ઉપરાંત દરિયાકાંઠાના ગામોમાં જો સ્થળાંતર કરવું પડે તો નજીકની સરકારી શાળા કોમ્યુનીટી હોલ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.

READ ALSO

Related posts

સુરતના સચીન વિસ્તારમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva

સુરત: અસહ્ય વિજબીલ સામે વિવર્સ એસોસિએશનનો રોષ, બેનર દ્વારા શરૂ થયું આંદોલન

pratik shah

તારા પિતાએ તો અલટો કાર આપી…દહેજના નામે પતિએ શિક્ષિકાની કરી આવી હાલત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!