GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

નકલી સોનું-ચાંદી વેચનારા સાવધાન, હવે દાગીના સાથે આ વસ્તુ આપવી પડશે ફરજીયાત

જ્યારે પણ તમે સોના-ચાંદીના ઝવેરાત ખરીદવા જાઓ છો ત્યારે મનમાં એક વિચાર આવે છે કે, આ ઝવેરાત નકલી તો નથી ને… અથવા જેટલા કેરેટની કિંમત ચૂકવી છે, તેટલી જ તેની ગુણવત્તા હશે… જોકે હવે નવા વર્ષની શરૂઆત સાથે સોના-ચાંદી અંગેની તમારી મૂંઝવણ દૂર થશે. કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી 2020 થી સોના-ચાંદીના આભૂષણો પર ફરજિયાત હોલમાર્કિંગ કરવા જઈ રહી છે.

એટલે કે, 1 જાન્યુઆરી-2020થી દેશમાં ફક્ત હોલમાર્કિંગ ગોલ્ડ-સિલ્વર જ્વેલરી જ વેચવામાં આવશે. ગ્રાહક બાબતોના મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, “દેશમાં સોના અને ચાંદીના ઝવેરાતની ફરજિયાત હોલમાર્કિંગને 1 જાન્યુઆરી 2020 થી મંજૂરી આપવામાં આવી છે.

આ અંગે ટૂંક સમયમાં જ જાહેરનામું બહાર પાડવામાં આવશે. “સૂત્રો કહે છે કે, સરકાર 5 કેટેગરીમાં ફરજિયાત હોલમાર્કિંગ કરવા જઈ રહી છે. સરકાર 14, 16, 18, 20 અને 22 કેરેટ જ્વેલરીની હોલમાર્કિંગ ફરજિયાત બનાવશે. આ માટે મંત્રાલય ગ્રાહકોને જાગૃત કરવા માટે એક ઝુંબેશ પણ ચલાવશે. આ ઝુંબેશ હેઠળ ગ્રાહકોને હોલમાર્કિંગ જ્વેલરી ખરીદવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 જાન્યુઆરીથી હોલમાર્કિંગ ફરજિયાત બનાવવા માટે દેશભરમાં 500 જેટલા નવા એસેસિંગ સેન્ટર્સ ખોલવામાં આવશે, જ્યાં જ્વેલરી વિક્રેતાઓ તેમની હોલમાર્કિંગ કરી શકશે.

હાલમાં દેશભરમાં 70૦ થી વધુ એસેસિંગ સેન્ટરો છે. ગ્રામીણ વિસ્તારોમાં એક વર્ષનો વધારાનો સમય મળશે સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં સમગ્ર દેશમાં એસેસિંગ સેન્ટર ખોલવું શક્ય નહીં બને, તેથી દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં એક વર્ષનો વધારાનો સમય આપવામાં આવશે. એટલે કે, હોલમાર્કિંગ જ્વેલરી ફક્ત 2021થી આ વિસ્તારોમાં ફરજિયાત રીતે ઉપલબ્ધ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોના ઝવેરીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

Read Also

Related posts

હવે તમારા સોનાનાં ઘરેણા ઉપર મળશે વધારે લોન, RBIએ બદલી નાંખ્યા છે નિયમો

Mansi Patel

RBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર, SBI, HDFC, ICICI બેંકમાં હવે કેટલો ભરવો પડશે હપ્તો

Mansi Patel

સોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો ભાવ જાણશો તો કહેશો દિવાળી સુધી પહોંચી જશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!