GSTV
Home » News » આજથી સોનાની ખરીદીમાં આ ખાસ સાવધાની રાખજો, બદલાઈ ગયા નિયમો

આજથી સોનાની ખરીદીમાં આ ખાસ સાવધાની રાખજો, બદલાઈ ગયા નિયમો

સોનું ભારતીયોનું સૌથી મનપસંદ વસ્તું હોવાથી તેની આયાત સતત વધી રહી છે. કાલથી કમૂરતાં પૂરાં થતાં જ સોની બજારમાં તેજીનો માહોલ ચાલુ થશે. સોનાની જ્વેલરી માટે 15 જાન્યુઆરી 2021થી હોલમાર્કિંગ ફરજિયાત થઈ ગયું છે. હવે લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. જ્વેલર્સમાં હવે ભીડ જામવા લાગી છે. સરકારે હોલમાર્કિગના નિયમો ફરજિયાત બનાવ્યા છે. જેને પગલે ઝવેરીઓ પાસે પણ નવા નિયમોના અમલીકરણ સિવાય છૂટકો નથી. હાલમાં જ્વેલર્સ દાગીનાઓથી ભરાયેલા આપ જોઈ રહ્યાં છે. જો આ દાગીના કેડીએમમાં હશે તો આજથી આ વેચાણ નહીં થઈ શકે. જેથી વેપારીઓએ પણ આ પિગળાવી ફરી નવા બનાવવા પડશે. આજથી આ નિયમ લાગુ પડતાં ઘરીદનારે હોલમાર્ક વિનાના દાગીના ખરીદવા ફરજિયાત થઈ જશે.

નોન-હોલમાર્ક જ્વેલરી પર ડિસ્કાઉન્ટ વધશે

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું કે, “હોલમાર્કિંગ માટેની અંતિમ મુદત ફરજિયાત બનતાં નોન-હોલમાર્ક જ્વેલરી પર ડિસ્કાઉન્ટ વધશે, તેનાથી હોલમાર્ક વગરના ઝવેરીઓને મોટું નુકસાન થશે. ‘હોલમાર્ક વગરના દાગીના મોટાભાગે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં વેચાય છે જ્યાં ગ્રાહકોને હોલમાર્કિંગ અને તેના ફાયદાઓ વિશે જાણકારી હોતી નથી.

1000 ટનના વેચાણ સામે 450 ટન જ થાય છે હોલમાર્ક

જ્વેલર્સને બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની સાથે રજિસ્ટ્રેશન કરાવવા અને તેમના હાલના સ્ટોકને પૂરો કરવા માટે એક વર્ષનો સમય આપશે. BISએ સોનાની જ્વેલરીના ત્રણ ગ્રેડ 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ બનાવ્યા છે. 1000 સામે 450 ટન સોનામાં હોલમાર્ક સોના પર હોલમાર્કિંગ એ સોનાની શુદ્ધતાનું પ્રમાણપત્ર છે અને હાલ ઝવેરીઓ માટે તે ફરજિયાત નથી.

3 લાખમાંથી માત્ર 30 હજાર ઝવેરીઓ પાસે જ લાયસન્સ

ઇન્ડિયન એસોસિએશન ઓફ હોલમાર્કિંગ સેન્ટર્સના ભૂતપૂર્વ પ્રમુખ હર્ષદ અજમેરાએ જણાવ્યું હતું કે, પાછલા નાણાકીય વર્ષમાં દેશમાં આશરે 1000 ટન સોનાનું વેચાણ થયું હતું, જેમાંથઈ 450 ટન સોનાને હોલમાર્ક કરવામાં આવ્યું હતું. વર્તમાન નાણાકીય વર્ષમાં પણ આ આંકડો તેની આસપાસનો રહેશે. BIS લાઇસન્સ IBJA ના મહેતાએ જણાવ્યું હતું કે, દેશમાં તમામ ભાગોમાં હોલમાર્કિંગ સેન્ટરો પહોંચાડવાની જરૂર છે. દેશમાં લગભગ ત્રણ લાખ ઝવેરીઓ છે અને તેમાંથી માત્ર 30,000 ઝવેરીઓ પાસે BIS પાસેથી હોલમાર્ક જ્વેલરી વેચવા માટેનું લાઇસન્સ છે.

એક વર્ષની દંડની સજાની જોગવાઈ

હોલમાર્ક વગરના ઘરેણાનું વેચાણ કરવા પર જવેલર્સને ભારે દંડ તેમજ એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવશે. જો કે આ કાયદો 15 જાન્યુઆરી, 2021થી લાગુ કરવામાં આવશે. જો કોઇ ઉપભોક્તા પોતાની પાસે રહેલા ઘરેણાની શુદ્ધતાને માપવા માટે હોલમાર્કિંગ કરવા ઇચ્છે છે તો તેને પ્રતિ ઘરેણાદીઠ 200 રૂપિયાનો ખર્ચ થશે. સોનાના ઘરેણા પર BIS ની હોલમાર્કિંગ 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરટ શુદ્ધતાના સોનાના ઘરેણા પર કરવામાં આશે. હોલમાર્કિંગમાં ચાર વસ્તુઓ સામેલ થશે. જેમાં BIS નો માર્ક, શુદ્ધતા જેમ કે 22 કેરેટ અને 916, અસેસિંગ સેન્ટરની ઓળખ, જવેલર્સની ઓળખનું ચિન્હ સામેલ હશે.

Related posts

તુર્કીમાં મોતનો ભૂકંપ : ઈમારતો જમીનદોસ્ત, 18નાં મોત સાથે પાડોશી દેશો પણ બન્યા ધ્રૂજારીના ભોગ

Mayur

શિક્ષક કભી સાધારણ નહીં હોતા : ગામોમાં જઈને સર્વે કરી ‘અભણો’ શોધવાની કામગીરી સોંપાઈ

Mayur

ચૂંટણી કાર્ડને આધાર સાથે જોડવા સરકાર કાયદામાં સુધારા કરશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!