GSTV

અમાસની રાતે ઘીનો દીવો કરી કરો આ કામ, થઈ જશો માલામાલ

Last Updated on July 2, 2019 by

અષાઢ માસ ચાલી રહ્યો છે અને તેની અમાસનું મહત્વ હોય છે. આજે હલહરિણી અમાસ છે. અમાસના દિવસે ચાંદ જોવા મળતો નથી. આ દિવસે પૂર્વજો માટે દાન-પુણ્ય કરવા માટે સારો દિવસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે અમાસના દિવસે સ્નાન કરી વ્રત, શ્રાદ્ધ અને દાન કરવામાં આવે તો તેનાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

આ દિવસે કેટલાક વિશેષ ઉપાય પણ કરવામાં આવે છે. તમને જણાવીએ કે આ તિથિ પર કયા-કયા શુભ કામો થઈ શકે છે. હલહરિણી અમાસાની દિવસે લોટમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો. આ કરવાથી તમારું પાપ ઓછું થશે, અમે પુણ્ય મળશે.

આ પુણ્ય કર્મની અસરથી જ તમારી ઈચ્છા પૂરી થશે. જો તમારા ઘરમાં ધનની સમસ્યા રહે છે તો અમાસની રાતે 12 વાગ્યા પહેલા સ્નાન કરી પીળા રંગના વસ્ત્રો ધારણ કરે અને ઉત્તર દિશા તરફ મુખ કરી બેસી જાવ. ત્યારબાદ ચોકી પર એક થાળી રાખી કેસરની મદદથી સ્વસ્તિક બનાવી મહાલક્ષ્મી યંત્ર અને શંખની સ્થાપના કરો અને તેની પર કેસરથી રંગાયેલા ચોખા છાંટો.

તેના પછી ઘીનો દિવો કરી લો. કહેવાય છે કે તેનાથી ઘરમાં ધનની સમસ્યા પૂરી થાય છે. અમાસના દિવસે દાન-પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે પુણ્ય કરવાથી પૂર્વજો ખુશ થાય છે અને તેમની કૃપા રાખે છે. અમાસની સાંજે લાલ રંગના દોરાનો ઉપયોગ કરી કેસર નાખી ઘીનો દીવો કરવો. દીવાને ઘરના ઈશાન ખૂણામાં મૂકો જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બનેલી રહેશે.

Read Also

Related posts

Weight Loss Tips : વજન ઘટાડવામાં મદદ કરી શકે છે આ હેલ્ધી જ્યુસ

Vishvesh Dave

LifeStyle / કોને આકર્ષક દેખાવવું પસંદ નથી? આકર્ષક દેખાવા અને અનુભવવા માટેની 4 શ્રેષ્ઠ રીત, અત્યારે જ જાણો

Vishvesh Dave

Skin Care Tips: ચહેરાની સમસ્યાઓ દૂર કરે છે એલોવેરા જેલ, જાણો તેના અઢળક ફાયદા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!