GSTV
Home » News » અઢી વર્ષ સીએમની ફોર્મ્યૂલા ક્યારેય નથી થઈ, ફડણવીસે રાજીનામુ આપી કર્યા મોટા ખુલાસા

અઢી વર્ષ સીએમની ફોર્મ્યૂલા ક્યારેય નથી થઈ, ફડણવીસે રાજીનામુ આપી કર્યા મોટા ખુલાસા

9 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. રાજીનામું આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રની જનતાનો આભાર માને છે. તેમણે પારદર્શિતા સાથે સરકાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે ફડણવીસે આશાવાદ વ્યક્ત કર્યો કે આગામી સરકાર ભાજપના નેતૃત્વમાં જ બનશે ફડણવીસે કહ્યું કે લોકસભાની ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રે અમને મોટો જનાદેશ આપ્યો અને વિધાનસભામાં પણ આપણે સહયોગી તરીકે ચૂંટણીઓનો સામનો કરવો પડ્યો છે. મહાયુતિ (મહાગઠબંધન) ને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે.અમારી પાર્ટી 160થી વધુ બેઠકો જીતવામાં સફળ રહી હતી. સાથે સાથે બીજેપી 105 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી.

તો મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા વળાંક જોવા મળી રહ્યા છે. મુખ્યપ્રધાન પદની શિવસેનાની માંગ બાદ આખરે ભાજપ 9 નવેમ્બર પહેલા સરકાર રચવામાં નિષ્ફળ રહ્યું છે.. તેથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજભવન પહોંચીને રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને પોતાનું રાજીનામું સોંપી દીધું.. તેમની સાથે ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા. 9 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે.રાજીનામું આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રની જનતાનો આભાર માને છે.. તેમણે પારદર્શિતા સાથે સરકાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગઠબંધનને મળ્યો હતો જનાદેશ આ બાબતે પૂર્વ મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન. ફડણવીસે જણાવ્યું કે અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રીનાં પદ માટે કોઈ વાયદો થયો નહોતો. અને સાથે સાથે મારી સામે ક્યારેય પણ અઢી વર્ષ સીએમ પદને લઈને ચર્ચા થઈ નથી. ફડણવીસે જણાવ્યું કે ઉદ્ધવે સરકાર બનાવવાની પહેલ કરી હતી. મહારાષ્ટ્રમાં જનાદેશ ગઠબંધનને મળ્યો હતો. જ્યારે ચૂંટણીમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી.

શિવસેના અંગે ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ સરકાર રચવાની વાત કહી હતી. આ અંગે અમિત શાહ સાથેની બેઠકમાં પણ કોઇ ચર્ચા થઇ ન હતી. ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ ગઠબંધન માટે જનાદેશ આપ્યો છે. મેં ચૂંટણી પરિણામ બાદ ઉદ્ધવ અને શિવસેનાનો આભાર માન્યો હતો.

ઉદ્ધવની તમામ વિકલ્પો ખુલ્લા હોવાની વાત એક ઝટકો હતી.મેં ઉદ્ધવ ઠાકરેને સરકાર રચવા અંગે ફોન કર્યો હતો પરંતુ તેમણે વાત કરી ન હતી.ફડણવીસે શિવસેનાની નિવેદનબાજી પર કહ્યું કે અમે શિવસેનાની નિવેદનબાજીના કોઇ જવાબ ન આપ્યા.પરંતુ અમે ઇચ્છીએ તો તેની નિવેદનબાજીનો જવાબ આપી શકીએ છીએ. શિવસેનાએ પીએમ મોદી અને ભાજપ પર આક્ષેપ કર્યા.પરંતુ અમે ક્યારેય પણ ઉદ્ધવ ઠાકરે પર આક્ષેપ કર્યા નથી.

ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ ગઠબંધન માટે જનાદેશ આપ્યો છે. મેં ચૂંટણી પરિણામ બાદ ઉદ્ધવ અને શિવસેનાનો આભાર માન્યો હતો.પરંતુ અમે ઇચ્છીએ તો તેની નિવેદનબાજીનો જવાબ આપી શકીએ છીએ.અમે ક્યારેય પણ બાલાસાહેબ વિરૂદ્ધ ખોટી વાતો નથી કરી.

READ ALSO

Related posts

કાલાપાનીનો વિવાદ વકર્યો : નેપાળની ચીમકી, ભારત તાત્કાલિક ખસેડી લે અહીંથી સૈનિકો

Karan

એનસીપી અને બીજેડી પર એમ જ નથી ઉભરાયો પીએમ મોદીને પ્રેમ, વખાણમાં પણ છે આ રાજકારણ

Karan

અમેરિકાએ ઈઝરાયેલ પ્રત્યેની તેમની નીતિમાં કર્યા ફેરફાર, વેસ્ટ બેંક કબ્જાને આપી માન્યતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!