GSTV

હળદર ભેળસેળિયા પર તંત્રની તવાઈઃ 6.18 લાખનો જથ્થો કર્યો જપ્ત, હેવી મેટલથી અનસેફ કરાઈ જાહેર

Last Updated on July 6, 2021 by Harshad Patel

રાજ્યમાં ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ ન થાય તેની કડકપણે અમલવારી માટે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતત કાર્યરત છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નડીયાદ કચેરીના અધિકારીઓને એક ફેકટરીમા હળદર પાઉડરમાં ભેળસેળ કરાતી હોવાની શંકાને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. ફેકટરીમાંથી રૂ.૬.૧૮ લાખની કિંમતનો ૫૧૫૦ કિલો હળદર પાઉડરનો જથ્થો જપ્ત કરી, હળદર પાઉડરનો નમૂનો પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ નમુનામાં હેવી મેટલની માત્રા વધુ પ્રમાણમાં મળી આવતા તેને “અનસેફ” જાહેર કરવામાં આવ્યો છે.

હળદર પાઉડરમાં ભેળસેળ કરનાર ઉત્પાદકને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રના દરોડા : ૬.૧૮ લાખનો જથ્થો જપ્ત
નમુનામાં હેવી મેટલની માત્રા વધુ પ્રમાણમાં મળી આવતા તેને “અનસેફ” જાહેર કરવામાં આવ્યો
નડીયાદ GIDC ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નડીયાદ કચેરી દ્વારા દરોડો

મે.સનરાઈઝ સ્પાઈઝ એક્ષ્પોર્ટર્સ ખાતે દરોડા

ખેડા જિલ્લાના નડીયાદ GIDC ખાતે પ્લોટ નં. સી ૧-૭માં આવેલી મે.સનરાઈઝ સ્પાઈઝ એક્ષ્પોર્ટર્સ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નડીયાદ કચેરીના અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ ટીમને માહિતી મળી હતી કે, આ ફેકટરીમાં વાસુદેવ ટહેલ્યાણી દ્વારા લૂઝ હળદર પાઉડરનું જે ઉત્પાદન કરવામાં આવે છે તેની ગુણવત્તા અયોગ્ય છે. આ શંકાને આધારે આ પેઢી (ફેકટરી)માં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી

પેઢીમાંથી ૫૦ કિગ્રાના ૧૦૩ બેગ હળદર પાવડર (લુઝ)નો જથ્થો મળ્યો હતો જેમાંથી હળદર પાઉડરનો નમુનો લઈ તેને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો. લેબોરેટરીએ પુથ્થકરણ કરતા આ નમુનામાં હેવી મેટલની વધારે માત્રા હોવાના કારણે “અનસેફ” જાહેર કર્યો છે. આ નમુના સાથે સંકળાયેલ તમામ જવાબદાર વેપારી સામે ફોજદારી કેસ દાખલ કરી કાયદા અન્વયે દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર શ્રી એચ.જી. કોશિયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari

રાજકોટ કોરોના/પાંચ લાખ બાળકો,કોમોર્બીડને કોરોનાનું હજુ વધુ જોખમ, વધુ ત્રણ પોઝીટીવ કેસો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!