GSTV
Home » News » બિહાર કોંગ્રેસના પ્રભારી બન્યા બાદ શક્તિસિંહ પ્રથમ વખત ભાવનગરની મુલાકાતે

બિહાર કોંગ્રેસના પ્રભારી બન્યા બાદ શક્તિસિંહ પ્રથમ વખત ભાવનગરની મુલાકાતે

બિહાર કોંગ્રેસના પ્રભારી બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ પ્રથમ વખત ભાવનગરની મુલાકાતે આવ્યા છે. ભાવનગરમાં શક્તિસિંહનું કોંગ્રેસના કાર્યકર્તાએ ભવ્ય સ્વાગત કર્યું હતું. સર્કિટ હાઉસ ખાતે કાર્યકરો સાથે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં શક્તિસિંહે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

શક્તિસિંહે જણાવ્યુ કે, ભાજપ સરકાર જળ સંગ્રહ અભિયાનના નામે નાટક કરી રહી છે.  ચૂંટણી ટાણે નર્મદાના પાણીનો વેડફાટ કરવામાં આવતા આજે પાણીની તંગી સર્જાઈ છે. શક્તિસિંહે વધુમાં જણાવ્યુ કે, માત્ર જેસીબી પર બેસીને ફોટો પડાવવાથી જળ સંગ્રહ અભિયાન સફળ નહીં થાય. સરકારે  પાણીના નામે માત્ર વયદા કર્યા છે. અને હવે જળ સંગ્રહ માટે સરકાર અભિયાન ચાલાવીને માત્ર દેખાડો કરી રહી છે.

Related posts

નમસ્તે ટ્રમ્પ: ‘હિસાબ’ની સ્થિતિ વધુ ગૂંચવાઈ, આગેવાનો સ્પષ્ટ જવાબ આપવાથી દૂર રહેવા માંડ્યા

Arohi

ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાની તૈયારીઓનો સંપૂર્ણ ખર્ચ કોણ ભોગવશે? ખુદ મુખ્યમંત્રીએ સસ્પેન્સ પરથી ઉઠાવ્યો પડદો

Arohi

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!