GSTV
Home » News » શુષ્ક બનેલા વાળથી પરેશાન છો? તો અજમાવી જુઓ આ ટિપ્સ!

શુષ્ક બનેલા વાળથી પરેશાન છો? તો અજમાવી જુઓ આ ટિપ્સ!

મહિલા હોય અથવા પુરુષ દરેક વ્યક્તિને પોતાના વાળ પ્રત્યે ખૂબ જ લગાવ હોય છે. આજકાલના બિઝી લાઇફસ્ટાઇલ અને પ્રદૂષણના કારણે લોકોના વાળ ઘણા બેજાન અને શુષ્ક થવા લાગે છે. એવામાં પોતાના વાળને સ્વસ્થ અને મુલાયમ બનાવવા માટે ખાસ કાળજી લેવી અનિવાર્ય છે. 

કેટલાય લોકો વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ખૂબ જ મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જે વાળને થોડાક સમય માટે તો ચમકદાર બનાવી દે છે, પરંતુ તેમાં રહેલા કેમિકલ્સથી વાળ સમય પહેલા સફેદ થવા લાગે છે અથવા તો ખરવા લાગે છે. 

જાણો, કેટલાક એવા ઉપાય જેનાથી તમારા વાળને કોઇ પણ પ્રકારના નુકશાન વગર નેચરલ શાઇન અને મજબૂતી મળશે. 

1. વાળને મુલાયમ બનાવવા અને તેમાં ચમક લાવવા માટે ઇંડાંથી શ્રેષ્ઠ કંઇ પણ નથી. ઇંડાં વાળને મુલાયમ બનાવવા માટે એટલા અસરકારક છે કે એકવારમાં જ તમને ફરક જોવા મળશે. તેમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન, ફેટી એસિડ અને લેક્ટિન હોય છે, જે વાળની મરમ્મત કરે છે. તેમાં ઑલિવ ઑયલ મિક્સ કરીને લગાવવાથી વધારે ફાયદો થશે. 

2. નારિયેળ પાણી અને કાચા દૂધમાં બેસન મિક્સ કરીને અઠવાડિયામાં 2 વાર લગાવો. તેનાથી વાળ મુલાયમ બનશે અને વાળની શાઇનિંગ પાછી આવી જશે. 

3. વાળ માટે એલોવેરા પણ ખૂબ જ ફાયદાકારક છે. આ વાળને નમી આપવાની સાથે જ પોષિત કરવાનું પણ કામ કરે છે. તેમાં રહેલ એન્ટીઑક્સીડેન્ટ્સ અને વિટામીન વાળને પોષણ આપવાનું કામ કરે છે. આ સાથે જ ડેન્ડર્ફને પણ દૂર કરવામાં અસરકારક છે. 

4. કેળાની પેસ્ટ બનાવીને તેમાં નારિયેળ તેલ મિક્સ કરી લો. આ મિશ્રણથી વાળમાં સારી રીતે માલિશ કરીને 20-25 મિનીટ બાદ માત્ર ધોઇ નાંખો. વાળ સિલ્કી સૉફ્ટ બની જશે. 

5. દહીં વાળ માટે એક યોગ્ય કંડીશ્નર હોય છે. દહીં વાળને મુલાયમ અને ચમકદાર બનાવવાની સાથે ડેન્ડર્ફની સમસ્યાથી પણ છૂટકારો અપાવે છે. 

6. નારિયેળના તેલમાં તે તમામ પોષક તત્વ રહેલા છે જે વાળને મુલાયમ અને ચમકદાર બનાવવામાં મદદરૂપ થાય છે. આ વાળની કુદરતી નમી જાળવી રાખે છે અને વાળને શુષ્ક બનવા દેતા નથી., જેનાથી વાળ વધારે ચમકદાર બની રહે છે. 

7. મધ પણ એક અસરકારક ઉપાય સાબિત થઇ શકે છે. વાળની ખોવાઇ ગયેલ ચમક પાછી લાવવા માટે તમે મધનો પણ ઉપયોગ કરી શકે છે. તેનાથી ન માત્ર વાળમાં ચમક આવે છે પરંતુ વાળ મુલાયમ પણ બની જાય છે.

Read Also

Related posts

જન્માષ્ટમીમાં આ 8 વસ્તુઓનો અચૂક કરો પ્રયોગ, કાન્હાજીની રહેશે અસીમ કૃપા

Bansari

જન્માષ્ટમીમાં આ રીતે કરો કાનુડાની પૂજા, જાણો શું છે શાસ્ત્રોક્ત વિધી

Bansari

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!