GSTV

મહિલાના દાંત અને પેઢાંમાં અચાનક ઊગવા નીકળ્યા વાળ, દુનિયાભરના ડૉક્ટરો પણ નથી સમજી શક્યા કારણ

શરીરનાં ઘણાં અંગો પણ વાળ હોય છે અને લોકોને તેમના વાળ બહું ગમતા પણ હોય છે. પરંતુ આ વાળ જો મોંમાં ઊગી નીકળે તો કેવું લાગે? વાળ દાંત અને પેઢાંમાં ઊગી નીકળે તો કેવું લાગે? આવું જ થયું છે ઈટલીની એક મહિલા સાથે. તેના દાંત અને પેઢાંની વચ્ચે વાળ ઊગી નીકળ્યા છે.

ઈટલીની આ 25 વર્ષની મહિલાના મોંમાં દાંત અને પેઢાં વચ્ચે વાળ ઊગી રહ્યા છે. આ એક ખૂબજ દુર્લભ બાયોલૉજિકલ સ્થિતિ છે. જેને જોઇને ડૉક્ટરો પણ આશ્ચર્યમાં છે. ડૉક્ટરોને પણ સમજાતું નથી કે, આ જગ્યાએ વાળ ઊગવા પાછળનું કારણ શું છે.

ઈટલીના ડૉક્ટરોનું માનવું છે કે, આ માટે પૉલિસિસ્ટિક ઓવરી સિંડ્રોમ નામની દુર્લભ બીમારી થઈ શકે છે. તો કેટલાક ડૉક્ટરો તેને ગિંગિવલ હર્સિટિઝ્મ બીમારી પણ જણાવી રહ્યા છે. જેમાં શરીરનાં એવાં અંગો પણા વાળ ઊગી નીકળે છે જ્યાં સામાન્ય રીતે ન હોવા જોઇએ. જોકે હજી સુધી ડૉક્ટરો તેનું કોઇ ઠોસ કારણ જણાવી શક્યા નથી.

પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ બીમારીના કારણે લોકોના એ અંગો પર વાળ ઊગી નીકળે છે, જ્યાં સામાન્ય રીતે કુદરતી રીતે નથી નીકળતા. આ મહિલાનો 10 વર્ષથી ઇલાજ ચાલી રહ્યો છે, ઈલાજની પ્રક્રિયામાં હોર્મોન્સના સ્તરમાં સુધારો કરવામાં આવે છે. આ મહિલાને 2009 માં ગળામાં અને હડપચીમાં વાળ ઊગી નીકળ્યા હતા અને તે ડૉક્ટર પાસે ગઈ હતી.

આ મહિલાને 15 વર્ષની ઉંમરે ટેસ્ટોસ્ટેરોન વધારે હોવાની સમસ્યા જોવા મળી હતી અને તેનો ઈલાજ પણ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તેનાં પેઢાંની તપાસ પણ કરી પરંતુ કોઇ કારણ જાણવા મળ્યું નથી.

આવું પહેલી વાર જ જોવા મળ્યું છે કે, કોઇ મહિલાને આવી બીમારી થઈ હોય. આ પહેલાં દુનિયામાં પાંચ પુરૂષોમાં આવી બીમારી જોવા મળી હતી. આ પુરૂષોના દાંત અને પઢાંમાં પણા વાળ ઊગી નીકળ્યા હતા.

ડૉક્ટરો અત્યાર સુધી એમજ માનતા આવ્યા છે કે, આ મહિલા ગિંગિવલ હર્સુટિઝ્મથી પીડિત છે. આ બીમારી અને તેનાથી પીડિત લોકો વિશે એક ખાસ રિસર્ચ રિપોર્ટ ઓરલ પૈથોલૉજી જનરલમાં તાજેતરમાં જ પ્રકાશિત થયો છે.

Read also:

Related posts

કેશુબાપા/ જનસંઘથી લઇને ભાજપાનું વટવૃક્ષ ઉભુ કરનારા નેતા : રૂપાણીએ તમામ કાર્યક્રમો કર્યા રદ, સાંજે મળશે કેબિનેટની બેઠક

pratik shah

પૂર્વ CM કેશુભાઈ પટેલનાં અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે

Mansi Patel

ગુજરાતના પ્રથમ ભાજપા મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના કદાવર નેતા કેશુભાઈ પટેલની આ છે 60 વર્ષની રાજકીય કારકિર્દી

Karan
Do NOT follow this link or you will be banned from the site!