GSTV

હેરકટિંગ સલૂનમાં આવા છે નિયમો, રજિસ્ટરમાં એટલી વિગતો આપવી પડશે કે ચોંકી જશો

કોરોના

Last Updated on May 22, 2020 by Bansari

સમગ્ર દેશમાં ચોથા તબક્કાનું લોકડાઉન શરુ થઇ ગયું છે. લોકડાઉન-4માં સરકારે ઘણી છુટછાટ આપી છે. કામ ધંધા ફરીથી શરુ થઇ રહ્યા છે. સુરક્ષા નિયમોના પાલન સાથે લોકો બહાર નિકળી રહ્યા છે. લોકડાઉન-4માં હવે હેર કટિંગ સલૂન પણ ખુલી ગયા છે. જ્યાં લોકોની ઘણી ભીડ જોવા મળે છે. છેલ્લા બે મહિનાથી ઘરોમાં કેદ થવાના કારણે લોકોના વાળ દાઢી વધી ગયા હતા. એટલે વાળંદની દુકાનો ખુલતા જ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે હેર કટિંગ સલૂનમાં પણ કોરોનાને લઇને ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. વાત છે હરિયાણાના જુલાનામાં આવેલા એક સલૂનની, જ્યાં વાળ કપાવવા માટે ઘરેથી પોતાનો રુમાલ લઇને જવું ફરજિયાત છે.

લોકોના મનમાંથી કોરોનાનો ડર દૂર કરવા માટે સલૂનમાં આ પ્રકારના નિયમો બનાવવામાં આવી રહ્યા છે. વાળંદ દુકાનોમાં પીપીઇ કિટ પહેરીને કામ કરી રહ્યા છે. સલૂનના માલિકે જણઆવ્યું કે શરુઆતના બે દિવસ કોઇ ગ્રાહક ના આવ્યા. લોકોના ફોન આવ્યા પણ તેમને અહીં આવતા ડર લાગતો હતો. જેથી અમેં નિયમ બનાવ્યો કે દુકાનમાં આવતા દરેક ગ્રાહકને પોતાના ઘરેથી જ રુમાલ લઇને આવવું પડશે. જેથી તેમનો ડર દૂર કરી શકાય. આ સિવાય અમે દુકાનમાં રજીસ્ટર પણ રાખ્યું છે, જેમાં ગ્રાહકોના નામ, એડ્રેસ અને ફોન નંબર લખવામાં આવે છે.

મહામારીના આ સમયમાં આવું રજીસ્ટર ઘણું ઉપયોગી સાબિત થઇ શકે છે. આ બધા નિયમો અને ઉપાયોના કારણે હવે લોકોના મનમાંથી ડર ઓછો થયો છે. જેથી તેઓ દુકાને જઇ રહ્યા છે.

Read Also

Related posts

પંજાબની રાજનીતિને લઈ મોટા સમાચાર/ ભાજપ શાસિત રાજ્યો બાદ કોંગ્રેસમાં પણ નેતૃત્વ પરિવર્તનના સંકેત, CMની ખુરશી પર સંકટ

Pravin Makwana

Dark circles/ આંખ નીચે બનેલ ડાર્ક સર્કલ અને પિમ્પલ્સનો ઈલાજ છે બટાકા, બસ આ રીતે કરવાનો રહેશે ઉપયોગ

Damini Patel

જૂનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા વધારે ટકા રસીકરણ : તમારા જિલ્લામાં કેટલાં ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!