વર્તમાન લાઇફસ્ટાઇલમાં સ્વાસ્થ્ય પર બહુ ઓછુ ધ્યાન જાય છે. તેના કારણે આપણા શરીરમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યા ઉદ્ભવે છે. એવામાં વાળ સફેદ થવાની સમસ્યા પણ થઇ જાય છે. પહેલાના સમયમાં ઉંમરલાયકના લોકોના વાળ ધોળા થતા હતા. પરંતુ હવે યુવા વર્ગમાં પણ વાળ સફેદ થવાની સમસ્યા સામે આવી રહી છે. તેના માટે તમે કેટલાક ફૂડ્સ પણ તમારી ડાયેટમાં સામેલ કરી શકો છો. તે તમારા વાળ સફેદ થવાની સમસ્યાથી બચાવવામાં મદદ કરશે.

તેના માટે તમે ડાયટમાં વિટામિન બી, વિટામિન બી 6 અને વિટામિન બી12થી ભરપૂર ફૂડ્સને ડાયટમાં સામેલ કરી શકો છો. આ સમસ્યા કેમ થાય છે? કેટલાક રિપોર્ટ મુજબ વાળમાં મેલનિન નામનું પિગ્મેન્ટ હોય છે. ઉંમર વધવા પર તે ઓછુ થવા લાગે છે. તેનાથી વાળ સફેદ થવાની સમસ્યા થાય છે. વાળ સફેદ ના થાય તેના માટે તમે ક્યા ફૂડ્સને ડાયેટમાં સામેલ કરી શકો છો ચાલો જાણીએ…
પાલક
પાલક એક લીલી શાકભાજી છે. તેમાં ઘણા પોષક તત્વ હોય છે. તેમાં આયરનની ભરપૂર માત્રા હોય છે. ઉપરાંત તેમાં ફોલિક એસિડ વધુ માત્રામાં હોય છે. જે વાળને સફેદ થવા રોકે છે. તેથી તમે પાલકને ડાયટમાં સામેલ કરી શકો છો. પાલક એક પોષ્ટિક આહાર છે, જે તમને બીજી પણ અનેક સમસ્યાથી દૂર રાખે છે.

કરી પત્તા
કરી પત્તા ખુશ્બુ અને સ્વાદ બંને માટે લોકપ્રિય છે. કરી પત્તા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અનેક પ્રકારના વ્યંજનોમાં તેનો ઉપયોગ થાય છે. તેમાં આયરન અને ફોલિક એસિડ પૂરતી માત્રામાં હોય છે. તે વાળને સફેદ થતા રોકે છે.
બ્લૂબેરી
બ્લૂબેરી એક સ્વાદિષ્ટ ફળ છે. તેનુ સેવન જ્યૂસ અને અન્ય બીજા વ્યંજનોમાં કરવામાં આવે છે. તેમાં ઘણા બધા પોષક તત્વ હોય છે. જે તમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી દૂર રાખવામાં મદદ કરે છે. બ્લૂબેરી કેન્સર જેવા ગંભીર રોગને પણ રોકવામાં મદદ કરે છે. ઉપરાંત તેમાં વિટામિન બી 12, આયોડીન અને જિંક હોય છે. તે તમારા વાળ સફેદ થતા રોકે છે.

બ્રોકલી
બ્રોકલી શાકભાજી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેનુ સેવન સલાદની જેમ પણ કરવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. બ્રોકલીમાં ફોલિક એસિડ હોય છે. તે વાળને સફેદ થતા બચાવે છે.
Read Also
- પશુપાલકો આનંદો/ રાજકોટ ડેરીએ સતત પાંચમી વખત કિલો ફેટના ભાવ વધાર્યા, પ્રતિ લિટર રૂ।. 50થી 62 રૂપિયા કર્યા
- નવો નિયમ/ કર્મચારીઓની બલ્લે-બલ્લે! હવે 1 વર્ષની નોકરી પર પણ મળશે ગ્રેચ્યુઇટી, સરકારે આપી જાણકારી
- સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો
- કોમર્સમાં કકળાટ યથાવતઃ કોલેજ દીઠ ખાલી બેઠકો જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ હેરાન, ત્રણ રાઉન્ડ બાદ પણ ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી
- ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ