ઉત્તર ભારતમાં વરસાદ અને કરાથી ખેતીને ભારે નુક્સાન, રાઈ અને વટાણાનો પાકને ભારે અસર

રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તરપ્રદેશની સાથે-સાથે રાજધાની દિલ્હી તથા તેની આસપાસના વિસ્તારોમાં સરસવ અને વટાણાના ખેતરમાં ઊભેલાં પાકને તાજેતરમાં કરા સાથે પડેલા માવઠાંથી મોટું નુકસાન થયું છે પરંતુ એવુ લાગે છે રવિ સિઝનના મુખ્ય ખાદ્યાન્ન ઘઉંનો પાક આ કુદરતી પ્રકોપથી બચી ગયું છે. એવી પ્રાથમિક માહિતી મળી છે. જોકે જ્યારે ખેતરોમાંથી માહિતી આવતી શરૂ થઇ જશે ત્યારે સમગ્ર ચિત્ર આગામી થોડાક દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.

ઘઉંના પાકને ઓછા નુક્સાનની ભીતિ

અધિકારીઓએ કહ્યું કે, દેશના મોટાભાગના વિસ્તારોમાં ઘઉંનો પાક પુખ્ત તબક્કા સુધી પહોંચ્યો નથી. આથી એવું બની શકે છે કે કરાથી વધારે નુકસાન થયું ન પણ હોય. પરંતુ સરસવના કિસ્સામાં પાક એવા તબક્કામાં પહોંચી ચુક્યો છે કે જ્યાં કરા પડવાથી પાકને નુકસાન થઇ શકે છે. આઇઆઇડબ્લ્યુબીઆરના ડિરેક્ટર જીપી સિંહએ કહ્યું કે જ્યાં સુધી ઘઉંની વાત છે તો અમને ઊભા પાકને વધારે નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળી નથી કારણ કે ઓલાવૃષ્ટિ મોટાભાગે મર્યાદિત રહી છે. વિતેલ દિવસોમાં હરિયાણામાં ફરિદાબાદની સાથે-સાથે પંજાબ, શ્રીગંગાનગરની આસપાસના વિસ્તારો સહિત ઉત્તર રાજસ્થાન અને ઝાંસીની આસપાસના વિસ્તારો અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં કરાની સાથે વરસાદ પડ્યો હતો.

વટાણાના ઊભા પાકને નુકસાન થયું હોવાના અહેવાલ

આઇસીએઆરના ડેપ્યુટી ડિરેક્ટર એ.કે. સિંહે કહ્યું કે, રાજધાની દિલ્હી ક્ષેત્રમાં બુંદેલખંડ અને ગાઝિયાબાદના કેટલાંક વિસ્તારોમાં વટાણાના ઊભા પાકને નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા છે. તે ઉપરાંત રાજસ્થાના કેટલાંક વિસ્તારોમાં સરસવના પાકને પણ નુકસાન થયું છે જેની હાલ ગણતરી ચાલી રહી છે. ઘઉંના પાકમાં આ વરસાદ અને કરા પડવાની ઘટના ફાયદાકારક થઇ શકે છે. કારણે તેનાથી સિંચાઇનો ખર્ચ બચી જાય છે. તેમણે કહ્યું કે, કોબીજ, ગાજર અને વટાણાની સાથે ઘણી શાકભાજીઓ રવિ સિઝનમાં ઉગાડવામાં આવશે. જેમાં વટાણાના પાકને નુકસાન વધારે દેખાઇ રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter