GSTV

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

રસ્તા

Last Updated on June 25, 2021 by Damini Patel

સરકારે એક પરિપત્ર મુજબ રાષ્ટ્રીય રાજમાર્ગો પર રસ્તા તેમજ પુલોના નિર્માણ માટે ગુણવત્તા નિયંત્રણ ઉપાયો અને વિનિર્દેશોનું પાલન ન થવા પર માર્ગ મંત્રાલય, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પરાધિકરણ(NHAI) તથા રાષ્ટ્રીય રાજમાર્ગ તેમજ અવસંચરણા વિકાસ નિગમ(NHIDCL)ના ક્ષેત્રીય કાર્યલાયના અધિકારી તેમજ એન્જીનીયરોને જવાબદાર ગણાવવામાં આવશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે હાલમાં જ જારી કરેલા એક સર્ક્યુલરમાં કહ્યું કે પર્યવેક્ષક નિયમોમાં બેદરકારી સાબિત થવા પર નિર્માણ તેમજ કામગીરી દરમિયાન સંરચનાની નાકામી માટે ત્રણથી વધુ કેસ સામે આવવા પર અધિકારીઓએ ભરો દંડ ચૂકવવો પડી શકે છે. એમાં કહેવામાં આવ્યું છે કે, ‘અનુબંધ જરૂરતો સાથે જોડાયેલ આ પ્રકારના ઉલ્લંઘનો રોકવાના ઉદ્દેશથી મંત્રાલયે સક્ષમ પ્રાધિકરણનો નિર્ણય લીધો છે કે નિર્માણ સ્થળનો પ્રભારી અધિકારી પરિયોજનાઓનું પર્યવેક્ષક કરશે.

રસ્તા

એનાથી એ સુનિશ્ચિત થશે કે પરિયોજના પ્રાપ્ત કરવા વાળી કંપની/ઠેકેદાર અને પ્રાધિકરણનું એન્જીનીયર/સ્વતંત્ર એન્જીનીયર/પર્યવેક્ષણ સલાહકાર નિર્માણ કાર્ય સ્વીકૃત માનક અને પ્રક્રિયાનું પાલન કરી રહ્યા છે.’ હજુ એવી કમી અને વિફળતાઓ માટે માત્ર ઠેકેદાર, સ્વતંત્ર એન્જીનીયર અને કામના પર્યવેક્ષણ કરવા વાળા સલાહકારને જવાબદાર ગણવામાં આવશે.

Read Also

Related posts

જમ્મુ કાશ્મીર સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર,ત્રણ આતંકીઓ ઠાર મરાયા

Damini Patel

ક્લબહાઉસના યુઝર્સ માટે સૌથી ખરાબ સમાચાર: લાખો યુઝર્સના ફોન નંબર આ સાઈટ પર વેચાયા, વાપરનારા ભરાઈ જશે

Pravin Makwana

મેટ્રોમાં સફર કરવા વાળા માટે મોટી રાહત! હવે 100% ક્ષમતા સાથે ચાલશે, પેરંતુ આ લોકો પર પ્રતિબંધ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!