GSTV

હાહાકાર / ગુજરાતના આ ગામમાં હજારોની સંખ્યામાં આવી પહોંચી જંગલી ઈયળો, ગામવાસીઓએ ઘર-બાર છોડવા પડે એવી સ્થિતિ

Last Updated on August 3, 2021 by pratik shah

ધારી તાલુકાના ડાંગાવદર ગામમાં એકાએક સંખ્યાબંધ જંગલી ઈયળોએ આક્રમણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે અને જો એક-બે દિવસમાં ઈયળોનો ઉપદ્રવ ઘટે નહીં તો હીજરત કરવાની નોબત આવે એવી સિૃથતિ નિર્માણ પામી છે. કારણ કે, ઈયળોનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે ગામલોકો શાંતિથી જમી શકતા નથી કે સુઈ પણ શકતા નથી. ગુજરાતના ઘણા ગામોમાં ચોમાસા વખતે આ ઈયળોનો ત્રાસ જોવા મળતો હોય છે. કેટલાક ગામોમાં તો ગામવાસીઓએ રીતસરની હિજરત કરવી જ પડે છે. ઈયળોની સંખ્યા એટલી મોટી હોય કે તેને મારી કે હટાવી શકાતી નથી.

જંગલી ઈયળોએ બાનમાં લીધું


ઈયળ આમ તો કહેવાય નાનકડો જીવ પરંતુ એ અત્યારે પોતાને શક્તિશાળી માનતા મનુષ્યને પોતાના ઈશારે નચાવી રહી છે. ધારી તાલુકામાં ગીર કાંઠાનાં ડાંગાવદર ગામને જંગલી ઈયળોએ બાનમાં લીધું છે. જંગલ અને ડુંગરાળ વિસ્તારમાંથી ડાંગાવદર ગામમાં લાખોની સંખ્યામાં ઈયળોના ઝુંડે આક્રમણ કરતા જ્યાં જુઓ ત્યાં અઢળક ઈયળો જ જોવા મળી રહી છે. નાના એવા ગામની તમામ શેરીઓમાં, ઘરની દિવાલો પર, ઓસરીમાં, ફળિયામાં, રસોડામાં.. જ્યાં જુઓ ત્યાં ઈયળો જ દેખાઈ રહી છે. આખો દિવસ મહિલાઓ તેમજ લોકો માત્ર ઈયળોને દૂર ખસેડવામાં જ વ્યસ્ત રહે છે.

શેરીઓમાં, ઘરની દિવાલો પર, ઓસરીમાં, ફળિયામાં, રસોડામાં


વળી, જંગલી ઈયળો વિચિત્ર પ્રકારની છે કે મરે તો પણ દુર્ગંધ આવે છે અને ઈયળોની જોઈને લોકોને જમવું પણ ન ભાવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ લોકોના ઘરોના રસોડામાં પ્રવેશી ખાદ્ય પદાર્થનો પણ બગાડ કરે છે. રાત્રીના સમયે પણ ઇયળોનો ઉપદ્રવ વધતો હોવાથી લોકો સુઈ પણ શકતા નથી. જેને લઈને કોરોનાકાળ બાદ લોકો મોટી મુશ્કેલી આ ઈયળોને ગણાવી રહ્યા છે.
ડાંગાવદર ગામના લોકો ઈયળોના ઉપદ્રવને મોટી મહામારી માની રહ્યા છે. કારણ કે લોકો ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ડાંગાવદર પાસે આવેલા ડુંગરાળ વિસ્તારમાં ઇયળોનો ઉપદ્રવ વધતા આ પરેશાનીનો લોકો ભોગ બની રહ્યા છે. દવાઓનો છટકાવ કરવા છતાં પણ ઈયળો પર કોઈ કાબુ મેળવી શકાતો નાૃથી તેવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ડાંગાવદર ગામમાં ઈયળોને દૂર કરવા કોઈ કાર્યવાહી કરાય તેવી લોકોની માંગ વાૃધી રહી છે. જો આમને આમ ઈયળોનો ઉપદ્રવ વધતો રહેશે તો ચોક્કસથી ગામના લોકોને હીજરત કરવી પડશે અન્યથા કોઈ રોગચાળાનો ભોગ બનશે તેવી પરિસ્થિ સર્જાઈ છે.

READ ALSO

Related posts

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel

સોનુ સૂદ ભરાશે/ કરોડોની કરચોરીને લગતા મળ્યા પુરુવા, ઇનકમ ટેક્સ ડિપાર્ટેમેન્ટ લગાવ્યા આ પાંચ ગંભીર આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!