GSTV
Home » News » કુલભૂષણ કેસમાં આ 16 દેશોના જજોની ખંડપીઠ, થોડીવારમાં આવશે ચૂકાદો

કુલભૂષણ કેસમાં આ 16 દેશોના જજોની ખંડપીઠ, થોડીવારમાં આવશે ચૂકાદો

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ અંગેના કેસમાં આજે પોતાના ચુકાદાનું એલાન કરશે. દબાણવશ કબૂલાતનામાના આધારે પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટ દ્વારા જાધવને મોતની સજા આપવાના નિર્ણયને ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતમાં પડકાર્યો છે. ચુકાદા પહેલા પાકિસ્તાનની લીગલ ટીમ હેગ પહોંચી છે. જેમાં પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડોક્ટર મહમ્મદ ફૈઝલ પણ સામેલ છે.

પાકિસ્તાની સૈન્ય કોર્ટે એપ્રિલ, 2017માં બંધ રૂમમાં સુનાવણી બાદ જાસૂસી અને આતંકવાદના ખોટા આરોપમાં ભારતીય નેવીના સેવાનિવૃત અધિકારી કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવી હતી. આઇસીજેના એક નિવેદન મુજબ ધ હેગના પીસ પેલેસમાં આજે ભારતીય સમય અનુસાર સાંજે સાડા છ વાગ્યે સાર્વજનીક સુનાવણી થશે.

જેમાં પ્રમુખ ન્યાયધીશ અબ્દુલકાવી અહેમદ યુસુફ ચુકાદો વાંચી સંભળાવશે. ભારતે કોર્ટમાં ભારપૂર્વક જણાવ્યું હતુ કે કુલભૂષણ જાધવને ડિપ્લોમેટ્સ સહાય આપવાનો વારંવાર ઇન્કાર કરીને પાકિસ્તાન દ્વારા વિયેના સંધિની જોગવાઇઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાયું છે. આઇસીજેની 10 સભ્યોની ખંડપીઠે 18 મે, 2017ના રોજ જાધવની મોતની સજા પર રોક લગાવી દીધી હતી.

કુલભૂષણ જાધવ કેસના જજ

 • જજ દેશ
 • અબ્દુલકવી અહમદ યુસુફ સોમાલિયા
 • (અધ્યક્ષ, આઇસીજે)
 • શૂ હાંકિન ચીન
 • (ઉપાધ્યક્ષ, આઇસીજે)
 • પીટર ટામકા સ્લોવેકિયા
 • દલવીર ભંડારી ભારત
 • મોહમ્મદ બેનૌના મોરોક્કો
 • તસ્સદુક હુસૈન જિલાની પાકિસ્તાન
 • એન્ટોનિયો ઓગસ્ટો ટ્રિનડાડે બ્રાઝિલ
 • રોની અબ્રાહમ ફ્રાન્સ
 • જાઆન ડોનોહ્યુ અમેરિકા
 • જાર્જિયો ગજા ઇટાલી
 • પેટ્રિક લિપ્ટન રોબિન્સન જમૈકા
 • જેમ્લ રિચર્ડ ક્રોફોર્ડ ઓસ્ટ્રેલિયા
 • જૂલિયા સેબુટિંડે યુગાન્ડા
 • કિરિલ ગેવોર્જિયન રશિયા
 • નવાજ સલામ લેબેનોન
 • યૂજી ઇવસાવા જાપાન

કુલભૂષણ કેસનો ઘટનાક્રમ

 • 3 માર્ચ – 2016

પાકે. ઇરાન સરહદેથી કરી કુલભૂષણ જાધવની ધરપકડ કરવામાં આવી હતી.ષડયંત્ર રચવા અને તોડફોડની ઘટનાઓને અંજામ આપવાનો આરોપ લગાવાયો તેમજ કુલભૂષણ જાધવનું ઇરાન સરહદેથી અપહરણ કરાયાનો ભારતનો આરોપ

 • 24 માર્ચ – 2016

કુલભૂષણ જાધવ રો એજન્ટ હોવાનો પાક. સેનાનો દાવો. ઇરાન સરહદ નજીક સરાવાંની પાસેથી કરાઇ ધરપકડ

 • 29 માર્ચ – 2016

પાકિસ્તાને કૂલભુષણ જાધવનો વીડિયો બહાર પાડ્યો. જાધવને કથિત રીતે માફી માગતો દેખાડાયો હતો. તેથી ભારતે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો હતો કે જાધવના નિવેદન માટે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરાયો અને બળપૂર્વક નિવેદન લેવામાં આવ્યું છે.

 • એપ્રિલ – 2016

બલુચિસ્તાન સરકારે લગાવ્યો કથિત ષડયંત્ર રચવાનો આરોપ મુકાયો. જાધવ સામે નોંધાવી એફઆઇઆર

 • 7 ડિસેમ્બર – 2016

જાધવ સામે પુરતા પુરાવા ન હોવાનો સરતાજ અઝીઝનો એકરાર. જાધવ પરના ડોઝીયરને માત્ર એક નિવેદન ગણાવ્યું

 • 31 ડિસેમ્બર – 2017

પાકિસ્તાને જાધવ અંગેનું ડોઝિયર યુએન મહાસચિવને સાંપવાની વાત કહી

 • 3 માર્ચ – 2017

પાકિસ્તાનના વિદેશ પ્રધાન સરતાજ અઝીઝનો યુટર્ન માર્યો હતો. તેમજ વિદેશમંત્રીએ જાધવને કોઇ પણ સ્થિતિમાં ભારતને ન સાંપવાનો દાવો કર્યો હતો.

 • 10 એપ્રિલ – 2017

પાકિસ્તાની સૈન્ય કોર્ટે જાધવની ફાંસીની સજાનું એલાન કર્યુ. જાધવને જાસૂસી અને તોડફોડની પ્રવૃતિમાં દોષિત ઠેરવ્યો તેમજ
ભારતે ચુકાદાની નિંદા કરી હતી. પાકિસ્તાન હાઇકમિશનરને બોલાવીને વિરોધ નોંધાવ્યો

 • 26 એપ્રિલ – 2017

ભારતે પાકિસ્તાન પાસે વિયેના કરાર મુજબ કાઉન્સિલર એસેસની અપીલ કરી હતી. જો કે ભારતની અપીલ પાકિસ્તાને ઠુકરાવી દીધી હતી.

 • 8 મે, 2017

ભારતે યુએનમાં પાકિસ્તાન વિરૂદ્ધ વિયેના કરારનું પાલન કરતા ફરિયાદ કરી હતી.

 • 10 મે – 2017

ભારતે કુલભૂષણ જાધવના કેસને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પડકાર્યો હતો. તેમજ આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવની ફાંસી પર રોક લગાવી હતી.

 • 15 મે – 2017


આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવને ફાંસી ન આપવા નિર્દેશ આપ્યો હતો. પાક.ને વિએના સમજૂતીનો ભંગ ન કરવા જણાવ્યું

 • 29 મે –2017

પાકિસ્તાને પોતાની પાસે જાધવ વિરૂદ્ધ પુરાવા હોવાનો દાવો કર્યો

 • 22 જૂન – 2017

કુલભૂષણ જાધવે પાકિસ્તાની સૈન્ય ચીફ સમક્ષ દયા અરજી કરી

 • 2 જુલાઇ – 2017

જાધવને ડિપ્લોમેટ્સ મદદ આપવાની ભારતની અરજી પાકે. ફગાવી

 • 11 ઓકટોબર – 2017

પાકે. પક્ષ રજૂ કરવા એક પૂર્વ મુખ્ય ન્યાયધીશની પસંદગી કરી હતી.

 • 10 નવેમ્બર – 2017

જાધવની તેની માતા-પત્ની સાથે મુલાકાત કરાવવાની પાકે. કરી વાત

 • 8 ડિસેમ્બર –2017

જાધવની માતા અને પત્ની સાથે મુલાકાત માટે ૨૫ ડિસેમ્બરની તારીખ નક્કી

 • 20 ડિસેમ્બર – 2017

પાકિસ્તાન તરફથી જાધવના પરિવારજનો માટે વિઝા આપવામાં આવ્યા

 • 25 ડિસેમ્બર – 2017

કુલભૂષણ જાધવ સાથે તેની માતા અને પત્નીએ મુલાકાત કરી હતી. એક ભારતીય અધિકારી પણ હાજર રહ્યા હતાં.

 • 18 ફેબ્રુઆરી- 2018

ભારત અને પાકિસ્તાને કોર્ટમાં દલિલો રજૂ કરી હતી.

Related posts

જે હેડક્વાર્ટરનું ચિદંબરમે કર્યુ ઉદ્ઘાટન, તેમાં જ આરોપી બનાવીને લાવી CBI

Bansari

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

તુઘલકાબાદમાં ભડકેલી હિંસાના પગલે ભીમ આર્મીના ચીફ સહિત 91 લોકોની ધરપકડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!