GSTV
Home » News » મોબાઇલમાં નેટવર્ક ગાયબ થઇ જાય તો ચેતી જજો, ઉડી જશે તમારા ખાતામાં રહેલા રૂપિયા

મોબાઇલમાં નેટવર્ક ગાયબ થઇ જાય તો ચેતી જજો, ઉડી જશે તમારા ખાતામાં રહેલા રૂપિયા

મોબાઇલ ફ્રોડ કે હેકિંગની ઘટનાઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. હેકર્સ તમારો ફોન હેક કરવા માટે નવી નવી ટ્રિક્સ અપનાવતા રહે છે. હેકિંગની આવી જ એક ટ્રિક છે ડુપ્લીકેટ સિમ. જેની મદદથી હેકર્સ તમારા ખાતુ તળિયા ઝાટક કરી શકે છે. તેથી જો તમારા ફોનથી મોબાઇલ નેટવર્ક વધારે સમય સુધી ગાયબ રહે તો તમારે સચેત થઇ જવું જોઇએ કારણ કે આ સ્થિતિમાં હેકર્સ દ્વારા ડુપ્લીકેટ સિમની મદદ લઇને તમારા ખાતામાંથી રૂપિયા ગાયબ કરી દેવામાં આવી શકે છે.

હકીકતમાં જો તમારા ફોનમાં ઘણાં સમય સુધી સિગ્નલમાં ન આવે તો બની શકે છે કે હેકર દ્વારા તમારો નંબર બંધ કરાવીને ડુપ્લીકેટ સિમ લઇ લેવામાં આવ્યું હોય. તેવામાં લાંબા સમય સુધી સિગ્નલ ગાયબ રહે તો તરત જ તમારા મોબાઇલ ઓપરેટરનો સંપર્ક સાધો અને તેના આ સ્થિતિ વિશે જાણકારી આપો. જેથી હેકિંગથી બચી શકાય.

આ ઉપરાંત જો તમારા ફોનમાં અધૂરા યુઆરએલ વાળી લિંક આવે તો તેના પર ક્લિક ન કરો. કોમ્પ્યુટરથી ફોન ચાર્જ કરતી વખતે Only Chargingનો ઓપ્શન સિલેક્ટ કરો અને Remember Passwordના ઓપ્શન પર ક્લિક કરવાથી બચો.

ઓપન વાઇ-ફાઇથી રૂપિયાની લેવડ-દેવડ ન કરો. સાથે જ જો તમારો ફોન ગરમ થઇ રહ્યો હોય અથવા જાતે જ રિબૂટ થઇ રહ્યો હોય તો તે પણ તેના હેક થવાની નિશાની છે. ફોન હેન્ગ થઇ રહ્યો હોય અને સ્વિચ ઑફ કર્યા બાદ પણ સ્વિચ ઑફ ન થઇ રહ્યો હોય તો તેનો અર્થ એ છે કે તમે હેકિંગનો શિકાર બની શકો છો.

Read Also

Related posts

હિંદુવાદી નેતા અમિત જાનીની જાહેરાત : શરઝીલ ઈમામનું માથું વાઢી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ

Mayur

બૅકલેસ સાટિન ગાઉનમાં પ્રિંયકાનો સામે આવ્યો સ્ટનિંગ લૂક, રેડ કાર્પેટ પર ફ્લોન્ટ કર્યુ કિલર ફિગર

Mansi Patel

ક્રિકેટર ડેવિડ વોર્નરે જરૂર છે એક બેટની, વિરાટ કોહલીએ જવાબ આપી કહ્યું….

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!