GSTV
Home » News » Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

વૉટ્સઅપમાં ઑડિયો ફાઈલ દ્વારા ફેલાતો નવો વાઈરસ જોવા મળ્યો છે. એમપી-4 ફાઈલ ડાઉનલોડ કરવામાં આવે ત્યારે આ વાઈરસ ફોનમાં ડાઉનલોડ થઈ જાય છે. એ પછી તે વાઈરસ વૉટ્સઅપ ચેટ જોઈ શકે છે અને તેને ચોરી કરી હેકર સુધી મોકલી શકે છે.

આ વાઈરસની જાણ થતાં વૉટ્સઅપની માલિકી ધરાવતી કંપની ફેસબૂકે તુરંત સલામતી વ્યવસ્થા વધારે મજબૂત કરી દીધી છે. સાથે સાથે દરેક વૉટ્સઅપ વપરાશકર્તાને પોતાનું વૉટ્સઅપ અપટેડ કરવા સલાહ અપાઈ છે.

ફેસબૂકના કહેવા પ્રમાણે આ વાઈરસથી કોઈ યુઝરને ખાસ નુકસાન થયું નથી. પરંતુ એ કોઈ જોખમ લેવા માંગતા નથી. માટે દરેક વૉટ્સઅપ વપરાશકર્તા ડાઉનલોડ કરી લે એ હિતાવહ છે.

આ બગ-વાઈરસ એન્ડ્રોઈડ ઉપરાંત એપલની ઓપરેટિંગ સિસ્ટમને પણ નુકસાન કરી શકે એમ છે. એટલે બન્ને મહત્ત્વની ઓપરેટિંગ સિસ્ટમ તેના નિશાના પર છે. એમપી-4 એ વૉટ્સઅપમાં વ્યાપકપણે વપરાતી ફાઈલ છે. લોકો સંગીત કે કોઈ પણ ઓડિયો માટે આ ફોર્મેટનો ઉપયોગ કરતાં હોય છે. માટે વાઈરસનો ખતરો વધી જાય છે. 

આ વાઈરસની જાણ થયા પછી ફેસબૂકે પોતાની સાઈટ પર તેનાથી બચવા માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. સાથે સાથે ખાતરી આપી હતી કે દરેક વપરાશકર્તાની વિગતો સલામત જ છે.

દર વખતની જેમ વૉટ્સઅપ-ફેસબૂકે એવો દાવો પણ કર્યો હતો કે કંપની વપરાશર્તાઓની સલામતી વધારવા માટે સતત કામ કરી રહી છે. હજુ થોડા સમય પહેલા જ એ સાબિત થયું હતુ કે વૉટ્સઅપનો દુરૂપયોગ કરીને ઈઝરાયેલી ટેકનોલોજિ કંપની ભારતના નાગરિકો સહિત દુનિયાના ઘણા લોકોની જાસૂસી કરી રહી છે.

Read Also

Related posts

પતિ પત્નીની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર

Nilesh Jethva

દિલ્હીના શાહીનબાગમાં CAAનો નહી, PM નરેન્દ્ર મોદીનો થઈ રહ્યો છે વિરોધ

Mansi Patel

અમદાવાદમાં એનએસયુઆઇના કાર્યકર્તા સામે મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!