GSTV

ટેક ન્યુઝ / હેકર્સે બદલી પોતાની ચોરી કરવાની રીત, બેન્ક એકાઉન્ટની જગ્યાએ યુટ્યુબને બનાવી રહ્યા છે પોતાનો શિકાર

Last Updated on October 24, 2021 by GSTV Web Desk

બેન્ક ખાતાઓને છોડીને હવે હેકર્સ યુટ્યુબ એકાઉન્ટ્સને હેક કરી રહ્યા છ. હાલ હેકર્સ બ્રાઉઝર કૂકીઝનો ઉપયોગ કરીને યુટ્યુબ ચેનલ હેક કરી રહ્યા છે અને પછી તેને વેચી નાખે છે. તાજેતરમા આવા એક સ્કેમનો ખુલાસો ગૂગલના એક થ્રેટ એનાલિસિસ ગ્રુપ દ્વારા કરવામા આવ્યો છે. ગૂગલ દ્વારા હાલ આવી રીતે શિકાર બનેલા 4 હજાર જેટલા યુટ્યુબ એકાઉન્ટ્સને રીસ્ટોર કર્યા છે અને 62 હજાર જેટલા ફિશિંગ પેજીસ અને 2400 જેટલી મેલેશિયસ ફાઇલ્સને બ્લોક કરવામા આવી છે. તો ચાલો આ સ્કેમ સાથે જોડાયેલી સંપૂર્ણ વિગત મેળવીએ.

આ રીતે કામ કરે છે YouTube scam :

જ્યા બાકી હેકિંગ મેલેશિયસ અને ફેક લોગીન પર આધાર રાખે છે ત્યારે યુટ્યુબ સ્કેમ યુઝર્સ લોગીન ડેટા ચોરવા માટે બ્રાઉઝરમા રહેલી કૂકીઝનો ઉપયોગ કરે છે. હેકિંગ માટેની આ રીત સૌથી મોંઘી સાબિત થાય છે અને આ હેકિંગની રીત હેકરની ખુબ જ વધારે પડતી મહેનત માંગી લે તેવી પણ છે. કોઈપણ યુઝરને શિકાર બનાવવા માટે હેકરે ફક્ત બે જ બાબતની જરૂર પડે છે, એક તો યુઝર લોગીન રહે અને બીજું તેના ડિવાઇસમા કૂકીઝ સેવ થયેલ રહે. જો અહેવાલોની માનીએ તો યુટ્યુબ એકાઉન્ટ હેક કરવા માટે હેકર્સે યુટ્યુબ ચેનલના માલિકની સિસ્ટમ પર મૈલેશિયસ ફાઇલ્સ અને એપ્લિકેશન્સ પણ મોકલવી પડે છે.

યુઝરને શિકાર બનાવવવા માટે હેકર પોતાની જાતને એવું દર્શાવે છે કે, તે ચેનલનું રીવ્યુ કરવા માટે અને તેમની સાથે પાર્ટનરશીપ કરવા માટે જોડાવા ઈચ્છે છે. હેકર્સ કોઈ vpn એપ, એન્ટીવાયરસ એપ અથવા તો કોઈ ગેમનો રીવ્યુ કરાવવાના બહાણે અંદર ઘૂસે છે. યુઝર જ્યારે તેમને પરમિશન આપે એટલે હેકર યુઝરના સિસ્ટમ પર અમુક ખતરનાક ફાઇલ્સ અને લિંક મોકલે છે જેને યુઝર ઇન્સ્ટોલ કરે એટલે એની સિસ્ટમ ખરાબ થઇ જાય છે અને તેમના સિસ્ટમમા રહેલા કૂકીઝ ડેટા ચોરી થઇ જાય છે.

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, સિસ્ટમમાં સેવ કરવામા આવેલી ડિટેઈલ્સ મુખ્યત્વે લોગીનની ડિટેઈલ્સ જ હોય છે. એકવાર કોઈ યુટ્યુબ ચેનલ હેક થઇ જાય એટલે ત્યારબાદ તેનો ઉપયોગ ફર્ઝી ક્રિપ્ટો સ્કીમ, ડોનેશન કેમ્પના નામ પર છેતરપિંડી જેવા કામોમા ઉપયોગ થાય છે. અમુક યુટ્યુબ ચેનલ્સને તો હેક કરીને 4 હજાર ડોલરના ભાવમા વહેંચી નાખવામા આવે છે. ત્યારે હાલ આ લેખનો ઉદેશ્ય યુટ્યુબ યુઝરને ફક્ત એટલી જ સલાહ આપવાનો છે કે, પોતાની સિસ્ટમ પર કોઈપણ પ્રકારની ફાઈલ ડાઉનલોડ કરતા સમયે સાવચેતી રાખવી અને તે સિવાય યુટ્યુબ એકાઉન્ટમા ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન પણ એક્ટિવેટ રાખવુ, જેથી તમારા એકાઉન્ટ અને તમારા પ્રાઇવેટ ડેટાની સલામતી જળવાઈ રહે.

Read Also

Related posts

ઓનલાઇન પઝલ / સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો સાથે આ પ્રશ્ન, જવાબ આપવામાં તમે પણ ખાઈ જશો થાપ

GSTV Web Desk

વધુ એક સંકટ / હવે ઓમિક્રોનમાંથી ઉદ્ભવ્યો વધુ એક નવો વેરિઅન્ટ, સ્વાસ્થ્ય એજન્સીએ આપ્યા તપાસના તપાસ

GSTV Web Desk

ભાઈ…ભાઈ…/ પત્નીથી કંટાળી ગયેલા લોકો માટે આશ્રમ ખુલ્યો, અહીં એવા લોકોને જ આવવાની છૂટ છે જેને બીજા લગ્નનો વિચાર પણ ન આવે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!