GSTV

તમારા સૌભાગ્ય અને વિદ્યાને છીનવી લે છે તમારી આ આદતો, ગરૂડ પુરાણમાં બતાવી છે આ મહત્ત્વની વાત

Last Updated on July 31, 2021 by Harshad Patel

ગરુડ પુરાણ એક એવું પુસ્તક છે જે તમામ રહસ્યમય બાબતો પરથી પડદો દૂર કરે છે. ગરુડ પુરાણના પ્રમુખ દેવ વિષ્ણુ છે. આ મહાપુરાણમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન પક્ષીરાજ ગરુડની વાતચીતનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણ, એક તરફ, પરિસ્થિતિઓ અને કાર્યો અનુસાર મૃત્યુ પછીના પરિણામો વિશે જણાવે છે, જ્યારે બીજી બાજુ, નીતિ અને નિયમો શીખવીને લોકોને ભલાઈ અને સદાચારના માર્ગને અનુસરવા માટે પણ પ્રેરણા આપે છે.

તમને ભવિષ્યની તમામ મુશ્કેલીઓથી બચાવી શકે

ગરુડ પુરાણમાં આવી ઘણી વાતો લખવામાં આવી છે જે તમને ભવિષ્યની તમામ મુશ્કેલીઓથી બચાવી શકે છે અને તમારું જીવન સરળ બનાવી શકે છે. અહીં જાણો આ મહાપુરાણમાં જણાવેલ તે આદતો વિશે, જે વ્યક્તિ પાસેથી સૌભાગ્ય અને વિદ્યા છીનવી લે છે અને વ્યક્તિ રોગો અને શત્રુઓથી ઘેરાઈ જાય છે.

માતા લક્ષ્મીને સ્વચ્છતા બહુ પસંદ

શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને સારા નસીબ અને સમૃદ્ધિની દેવી તરીકે દર્શાવવામાં આવી છે. માતા લક્ષ્મીને સ્વચ્છતા બહુ પસંદ છે. એવા લોકો કે જેઓ ધનવાન હોવા છતાં ગંદા કપડા પહેરે છે, તેમના ઘરને સ્વચ્છ રાખતા નથી, તેમના શરીરને યોગ્ય રીતે સાફ કરતા નથી, માતા લક્ષ્મી આવા લોકોનું સૌભાગ્ય છીનવી લે છે. સમાજમાં તેમને માન પણ મળતું નથી અને ધીરે ધીરે તમામ વૈભવ પણ નાશ પામે છે.

પ્રેક્ટિસ ન કરવાની આદત લોકો પાસેથી તેમનું નોલેજ છીનવી લે

કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સતત પ્રયત્નો કરે તો તે કોઈપણ કાર્યમાં કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જો આપણે પ્રેક્ટિસ છોડી દઈએ, તો આપણે તે વિદ્યાને આપણે ભૂલી શકીએ છીએ, જે શીખવા માટે આપણે વર્ષો સુધી મહેનત કરી હતી. પ્રેક્ટિસ ન કરવાની આદત લોકો પાસેથી તેમનું નોલેજ છીનવી લે છે.

પેટ અડધા રોગોનું મૂળ

કહેવાય છે કે પેટ અડધા રોગોનું મૂળ છે. જો કોઈ વ્યક્તિનું પેટ બરાબર હોય તો ઘણા રોગો જાતે જ નિયંત્રિત થઈ જાય છે. પેટને સ્વસ્થ રાખવાનો શ્રેષ્ઠ રસ્તો સંતુલિત અને સુપાચ્ય ખોરાક લેવો છે. જે લોકો ગળ્યો અને ચીકણો ખોરાક ખાય છે અને બધો સમય ખાવાનું વિચારે છે, તેઓ જલ્દી જ રોગની પકડમાં આવી જાય છે.

તમારે થોડા સ્માર્ટ બનવું પડશે

જો તમે આ સમાજમાં ખરાબ લોકો વચ્ચે સુરક્ષિત રહેવા માંગતા હો, તો તમારે થોડા સ્માર્ટ બનવું પડશે. નહિંતર, સમાજમાં તમારો લાભ લેનારા તમામ દુશ્મનો તૈયાર થઈ જશે. જો તમે હોશિયારી ન બતાવો તો નુકશાન આપણું જ છે. માટે દુશ્મનનો નાશ કરવાની કળા તે મુજબ નીતિનો ઉપયોગ કરીને શીખવી જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!