GSTV
Health & Fitness Life Trending

હેલ્થ ટિપ્સ/ શિયાળામાં વધી જાય છે હાર્ટ એટેકનું જોખમ, આ 4 આદતો બદલી નાંખજો નહીંતર જીવલેણ સાબિત થશે

હાર્ટ

હૃદય આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. તે નોનસ્ટોપ કામ કરે છે. પરંતુ ખોટી લાઇફ સ્ટાઇલ અને ખાનપાન આદતો હૃદયને ઘણું નુકસાન પહોંચાડે છે. શિયાળાની ઋતુમાં હૃદયની સમસ્યાઓ ઘણી વધી જાય છે. ઉનાળાની સરખામણીએ શિયાળાની ઋતુમાં હૃદય સંબંધિત સમસ્યાઓનો વધુ સામનો કરવો પડે છે. શિયાળામાં તાપમાનમાં ઘટાડો થતાં હૃદયને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વધુ મહેનત કરવી પડે છે.

જ્યારે શિયાળામાં શરીરનું તાપમાન ઘટી જાય છે, ત્યારે આપણી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થઇ જાય છે અને કેટેકોલામાઇન્સના સ્ત્રાવને વધારી શકે છે. આનાથી રક્તવાહિનીઓનું સંકોચન થઈ શકે છે જે હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલનું સ્તર અને લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં વધારો કરી શકે છે. આ બધી વસ્તુઓ હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. આવી સ્થિતિમાં હેલ્થ એક્સપર્ટ શિયાળાની ઋતુમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે કેટલીક ટિપ્સ શેર કરે છે. આવો જાણીએ આ ટિપ્સ વિશે-

હાર્ટ

સ્ટ્રેસ ન લો-

હાર્ટ એટેક અને હાર્ટ સંબંધિત બીમારીઓનું મુખ્ય કારણ સ્ટ્રેસ હોય છે. એક્યૂટ સ્ટ્રેસથી સીધો હાર્ટ એટેક આવી શકે છે અને ક્રોનિક સ્ટ્રેસથી હૃદયની ધમનીઓની અંદરની આવરણમાં ફેરફાર થઈ શકે છે, જેના કારણે સોજો આવી શકે છે, જે લોહી ગંઠાઈ જવા અને હાર્ટ એટેક તરફ દોરી શકે છે.

તમારું મનપસંદ કામ કરો-

ગાર્ડનિંગ, પેઇન્ટિંગ, રિડિંગ અને મ્યુઝિક સાંભળવાથી પણ તણાવ ઓછો થઈ શકે છે. જો તમે ઈચ્છો તો યોગ અને ધ્યાન પણ કરી શકો છો. તે ખૂબ જ ફાયદાકારક પણ સાબિત થાય છે.

પૂરતી ઊંઘ લો-

હાર્ટ એટેકનું જોખમ ઓછું કરવા માટે તમારે દરરોજ પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. ઉપરાંત, કામ કરતી વખતે વચ્ચે-વચ્ચે બ્રેક લેતા રહો.

હાર્ટ

દરરોજ એક્સરસાઇઝ કરો-

દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો. શિયાળાની ઋતુમાં બહાર વ્યાયામ કરવાનું ટાળો, નહીંતર તમને શરદી લાગી શકે છે. તમે સાયકલિંગ, ટ્રેડમિલ, યોગા જેવી ઇન્ડોર કસરતનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.

વધુ મીઠા અને ખાંડનું સેવન ટાળો –

ભોજનમાં સૂર્યમુખી તેલ અથવા સરસવના તેલનો ઉપયોગ કરો. તે પોલીઅનસેચુરેટેડ હોય છે. તમારા રોજિંદા ભોજનમાં સલાડ અને ફળોનો સમાવેશ જરૂર કરો.

Read Also

Related posts

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari

હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી કરી, બ્રાન્ડેડ ઘડિયાળ આપવાના નામે પડાવ્યા લાખો રૂપિયા

Zainul Ansari

ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી 4.0ની તૈયારી શરૂ, અમદાવાદમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટર શરૂ

Zainul Ansari
GSTV