GSTV
Health & Fitness Life Trending

Weight Loss Tips: વર્ક આઉટ અને ડાયેટિંગથી પણ નથી ઘટી રહ્યું વજન? આ 15 ઉપાયો પર કરી લો એક નજર

વજન

Habit To Maintain Weight Loss: વજન વધવું એ કોઈ નવી સમસ્યા નથી, પરંતુ કોરોના વાઈરસની મહામારી અને પછી વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે આ સમસ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને નોકરી કરતા યુવાનો મોટી સંખ્યામાં સ્થૂળતાનો શિકાર બન્યા છે. વજન ઘટાડવું એ કોઈ રમતની વાત નથી, તેના માટે સ્ટ્રીક્ટ ડાયેટ અને હેવી વર્કઆઉટની જરૂર પડે છે, પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ પેટ અને કમરની ચરબી ઓછી નથી થઈ રહી, તો સમજો કે ક્યાંક તમે ચોક્કસ ભૂલ કરી રહ્યા છો. આવો જાણીએ રોજની કઈ કઈ આદતો છે જેને ફોલો કરવામાં આવે તો મોટું પેટ અંદર જ રહે છે.

વજન

વજન ઘટાડવાની 15 રીતો

  • વજન ઘટાડવા માટે માત્ર ડાયેટિંગ પૂરતું નથી, આ માટે બેલેન્સ્ડ ડાયેટનું પાલન કરવું જરૂરી છે
  • તમારા ડાયેટમાં તે વસ્તુઓનો સમાવેશ કરો જેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે.
  • તેલયુક્ત ખોરાક ખાવાનું ચલણ ભારતમાં ખૂબ જ વધારે છે, પરંતુ આ આદતને કાબૂમાં રાખવી જરૂરી છે.
  • તેલયુક્ત ખોરાકને બદલે બાફેલા અને શેકેલા ખોરાક લો
  • આલ્કોહોલ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેનાથી કાયમ દૂર રહો
  • ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ખાવાની આદત છોડો
  • ખાંડ કે મીઠી વસ્તુઓ સ્થૂળતા વધારે છે, તેનાથી દૂર રહો
વજન
  • રોજના ડાયેટમાં ડ્રાય ફ્રૂટ્સ સામેલ કરો, તેનાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી
  • લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું શરૂ કરો કારણ કે તેમાં કેલરી વધુ હોય છે
  • રોજિંદા ડાયેટમાં ફળોનો સમાવેશ કરવો જરૂરી છે
  • પાણી પીવામાં સંકોચ ન કરો, તે મેટાબોલીઝમને વેગ આપે છે
  • જો તમને વધુ સારા પરિણામ જોઈએ છે તો હુંફાળુ ગરમ​પાણી પીવો
  • ગ્રીન ટી અથવા હર્બલનું સેવન કરવાની આદત બનાવો.
  • નાસ્તામાં ઓટ્સ અને કિનુઆ ખાઓ
  • ડેઇલી એક્સરસાઇઝ ક્યારેય છોડશો નહીં

Read Also

Related posts

Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન

Kaushal Pancholi

“ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા

Nelson Parmar

અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ

Rajat Sultan
GSTV