GSTV

ટ્રમ્પને ઝટકો/ મહિલાઓ પર બાઈડેન રિઝ્યા : વર્ક પરમિટ પર આપી એવી છૂટછાટ કે ભારતીયો થયા રાજીના રેડ

બાઈડેન

Last Updated on January 29, 2021 by Bansari

અમેરિકાના પ્રમુખ બાઇડને પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યાના એક સપ્તાહ પછી એચ-1બી વિઝાધારકોના જીવનસાથીને વર્ક પરમિટ પર પ્રતિબંધ મૂકતા ટ્રમ્પ વહીવટી તંત્રના આદેશને પરત લઇ લીધો છે. બાઇડનના આ નિર્ણયથી અમેરિકામાં વસતા હજારો ભારતીયોને લાભ થશે. એચ-1બી વિઝાધારકોના જીવનસાથીઓને યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) દ્વારા એચ-4 વિઝા આપવામાં આવે છે. એચ-4 વિઝાધારકોમાં મોટી સંખ્યામાં ભારતીયોનો સમાવેશ થાય છે.

બાઈડેન

શું છે એચ-1 બી વિઝા

એચ-1 બી વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને વિશેષ અને ટેકનિકલ જ્ઞાન ધરાવતા વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે.અમેરિકા સ્થિત ટેકનોલોજી કંપનીઓ મોટા પ્રમાણમાં ભારત અને ચીનના આઇટી પ્રોફેશનલોને નોકરી પર રાખે છે. સામાન્ય રીતે એચ-4 વિઝા અમેરિકામાં એમ્પ્લોયમેન્ટ આધારિત કાયદાકીય પરમેનન્ટ રેસિડન્ટ સ્ટેટ્સ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરનારાઓને આપવામાં આવે છે.

બાઈડેન

મહિલાઓને બાઇડેનના આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો થશે

એચ-1બી વિઝા પર અમેરિકામાં નોકરી કરી રહેલા ભારતીય પ્રોફેશનલોના જીવનસાથીઓ ખાસ કરીને મહિલાઓને બાઇડેનના આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે સત્તા પર આવ્યા પછી ટ્રમ્પે 2017માં જાહેરાત કરી હતી કે તે એચ-1બી વિઝાધારકોના જીવનસાથીઓને વર્ક પરમિટની મંજૂરી આપતા ઓબામા વહીવટી તંત્રના નિર્ણયને પરત લેશે.

ડિસેમ્બર, 2017 સુધીમાં યુએસસીઆઇએસએ 1,26,853 એચ-4 વિઝાહોલ્ડરોને વર્ક પરમિટની મંજૂરી આપી હતી. કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ(સીઆરએસ)ના 2018ના અહેવાલ મુજબ મંજૂર કરવામાં આવેલી અરજીઓ પૈકી 93 ટકા અરજીઓ ભારતમાં જન્મેલા લોકોએ કરી હતી.

Read Also

Related posts

નવો વિક્રમ: કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં નંબર 1, અત્યારસુધી આટલા કરોડથી વધુ લોકોને અપાઈ રસી

Pritesh Mehta

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave

સાવધાન / બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી: મ્યૂટેશન કોરોના વાયરસને બનાવે છે સૌથી વધુ ખતરનાક, દર 3 માંથી 1 દર્દીનો લઇ શકે છે જીવ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!