GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

અમેરિકન સંસદમાં H1-B ખરડો કરાયો રજુ, ભારતીય વિદ્યાર્થીઓને મળશે આ લાભ

અમેરિકાની સંસદમાં H1-B વિઝા કાયદામાં ફેરફાર કરવાને લઈને બિલ રજૂ કરાયું છે. તેમાં અમેરિકામાં ભણેલા વિદેશી ટેક પ્રોફેશનલ્સને પ્રાથમિકતા આપવાની વાત કરાઈ છે. બિલનો હેતુ અમેરિકાના કર્મચારીઓની સુરક્ષા અને સારા પગારને સુનિશ્ચિત કરવાનો છે. આ ખરડો અમેરિકામાં પહેલાથી જ અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે લાભકારી સાબિત થઇ શકે છે. કારણ કે, તેમાં અમેરિકામાં શિક્ષીત તેજસ્વી વિદેશી યુવાઓને પ્રાથમિકતા આપવાની વાત કહેવામાં આવી છે.

H1-B વિઝા પ્રાથમિકતાના આધારે આપશે

H1-B વીઝા દ્વારા અમેરિકાની કંપનીઓમાં કામ કરનાર ભારતીય ટેક્નોલોજી એક્સપર્ટ વધારે હોય છે. જો આ બિલ કાયદાનું સ્વરૂપ લેશે તો આવું પહેલીવાર બનશે કે, અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ H1-B વિઝા પ્રાથમિકતાના આધારે આપશે. પ્રસ્તાવ મુજબ અમેરિકામાં એજ્યુકેટેડ યોગ્ય વિદ્યાર્થીને H1-B વીઝા માટે પસંદ કરવાનો રહેશે.

67 અરજી કરનારા ભારતીયો હતા

સાથે જ એ વિદ્યાર્થીઓને પણ તક મળશે જેમની પાસે એડવાન્સ ડિગ્રી અને જે વધારે પગાર લઈ રહ્યા છે. ગત્ એપ્રિલમાં USCISએ કહ્યું હતુ કે, ટેકનોલોજી ક્ષેત્રના વિદેશી પ્રોફેશનલ્સ માટે આવશ્યક H-1B વિઝા માટે તેમને બે લાખ 75 હજાર અરજીઓ પ્રાપ્ત થઇ હતી. જેમાં 67 અરજી કરનારા ભારતીયો હતા.

READ ALSO

Related posts

મોદી સરકારની આ કાયદાને લીધે વિશ્વમાં ખરડાઈ છબી, ભારે પડ્યો આ નિર્ણય

Arohi

આદિવાસી પર થયેલા અત્યાચાર મામલે રોષ, ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

Nilesh Jethva

1.0 સરકારમાં વિદેશોમાં મોદી પહોચ્યા પણ 2.0 તો મોદી તો ન પહોંચ્યા પણ આ 133 દેશોમાં સફર કરી આવી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!