GSTV

H1B વીઝા મામલે ડોનાલ્ડ ટ્રમ્પે નિયમો બનાવ્યા આકરા, હજારો ભારતીયોને અમેરિકા છોડવું પડે તેવી શક્યતા

Last Updated on January 3, 2018 by

એચ-વન-બી વીઝા મામલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિયમો આકરા બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેને કારણે અમેરિકામાં કામ કરતા હજારો ભારતીયોને અમેરિકા છોડવા માટે લાચાર બનવું પડે તેવી શક્યતા છે. આમાના મોટાભાગના ભારતીયો અમેરિકાના તકનીકી ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓમાં કામ કરી રહ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક એવા પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે કે જેને કારણે એચ-વન-બી વીઝા પર અમેરિકામાં રહેતા વિદેશી ઉચ્ચ શ્રેણીના કુશળ કામદારોને મોટો આંચકો લાગવાની શક્યતા છે. આમાના મોટાભાગના વિદશી કામદારોમાં અમેરિકાની તકનીકી ક્ષેત્રની કંપનીઓમાં કામ કરી રહેલા ભારતીયોનો સમાવેશ થાય છે.

આ પ્રસ્તાવ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીમાં ઈન્ટરનલ મેમો તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ડીએચએશ જ નાગરિકતા અને ઈમિગ્રેશનના મામલા જોવે છે. આની પાછળનો ઉદેશ્ય ગ્રીન કાર્ડ એટલે કે કાયમી નાગરિકતા માટે અરજી કરનારા એચ-વન-બી વીઝા ધારકો બાબતે વિચારણા કરવાનો છે. જો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન નાગરિકોને નોકરીમાં પ્રાથમિકતા આપવાની નીતિ બાઈ અમેરિકન-હાયર અમેરિકન પર આગળ વધશે. તો તેવા સંજોગોમાં પાંચ લાખથી સાડા સાત લાખ ભારતીયો એચ-વન-બી વીઝાધારકોને પાછા આવવા મજબૂર કરવામાં આવે તેવી શક્યતા છે.

સેન જોસમાં ઈમિગ્રેશન વોયસના એક અધિકારીએ કહ્યુ છે કે જો આ વ્યવસ્થા લાગુ કરી દેવામાં આવશે, તો મોટી સંખ્યામાં ભારતીયોને અમેરિકા છોડવા માટે મજબૂર કરવામાં આવશે. તેને કારણે હજારો પરિવારોની સામે સંકટ પેદા થઈ જશે. તેમણે કહ્યુ છે કે ઈમિગ્રેશન વોયસ એ વિચાર કરી રહ્યુ છે કે જ્યારે આના સંદર્ભે નિર્ણયની ઘોષણા કરવામાં આવશે. તો તેના પછી આ નિર્ણય વિરુદ્ધ પડકાર આપવામાં આવશે.

આ પ્રસ્તાવ સંદર્ભે સૌથી પહેલા સમાચાર આપનારા ડીસી બ્યૂરોના મેક ક્લેચીએ પોતાના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે હોમલેન્ડ સિક્યુરિટીના અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું છે કે આની પાછળ એ યોજના છે કે જેથી હજારો ભારતીય કામદારો આપોઆપ અમેરિકાથી ચાલ્યા જશે અને જેથી અમેરિકાના લોકો માટે નોકરીઓ ઉપલબ્ધ થશે.

 

Related posts

હોટલ માલિકને ફસાવવા તરકટ/ મહિલા PSIના નામે અભદ્ર મેસેજ બનાવ્યો પરંતુ પોતેજ ફસાયો

Pritesh Mehta

Technology News : Telegram વિડીયો કોલમાં હવે 1,000 લોકો જોડાઈ શકશે, જાણો અન્ય નવા ફીચર્સ

Vishvesh Dave

Skin Care / શું તમે પણ ઓઇલી સ્કિનથી પરેશાન છો? ફોલો કરો આ 5 ટિપ, સમસ્યાથી મળશે છૂટકારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!