GSTV

5 લાખ ભારતીયો માટે ખુશખબર : ગ્રીનકાર્ડ મામલે આવ્યા મોટા સમાચાર, જો બાઈડને કર્યો આ આદેશ

બાઈડેન

અમેરિકાના નવા વરાયેલા પ્રમુખ જો બાઇડને શપથવિધિ પછી તરત કેટલાંક પગલાં લીધાં હતાં. એવું એક પગલું વીઝા નિયમોને હળવા કરવાનું હતું. બાઇડને અમેરિકી કોંગ્રેસને હાકલ કરી હતી કે 1.1 કરોડ ઇમિગ્રન્ટન્સને કાયમી વસવાટની પરવાનગી મળે અને તેઓ અમેરિકી નાગરિક બની શકે એવો કાયદો ઘડો. વિશ્વસનીય સૂત્રોના કહેવા મુજબ આ 1.1 કરોડ ઇમિગ્રન્ટન્સમાં પાંચ લાખ ભારતીયોનો પણ સમાવેશ થાય છે જેમની પાસે અમેરિકામાં કાયમી વસવાટ માટે કોઇ દસ્તાવેજો નથી.

ટ્રમ્પના નિર્ણયથી લાખો ભારતીય પ્રોફેશનલ્સ પર થઇ હતી પ્રતિકૂળ અસર

પ્રમુખપદના સોગન લીધા બાદ બાઇડને જે પંદરેક આદેશો પર સહી સિક્કા કર્યા એમાં એક આદેશ ઇમિગ્રન્ટ્સને રાહત આપવાને લગતો પણ હતો. અત્યાર અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે એચ 1 બી વીઝા નિયમોને આકરા બનાવ્યા હતા જેથી લાખો ભારતીય પ્રોફેશનલ્સને પ્રતિકૂળ અસર થઇ હતી. ટ્રમ્પે અમેરિકી યુવાનોને કામ મળે એવી કહેવાતી ભાવનાથી આ વીઝા પ્રતિબંધો લાદ્યા હતા અને વિદાય લેવા પહેલાં આ પ્રતિબંધોને માર્ચની આખર સુધી લંબાવ્યા હતા. અગાઉના આદેશ મુજબ આ પ્રતિબંધો 2020ના ડિસેંબરની 31મીએ રદ થવાના હતા ટ્રમ્પે જતાં જતાં એ પ્રતિબંધો લંબાવીને માર્ચ સુધી રાખવાની જાહેરાત કરી હતી.

બાઈડને

બાઇડને ટ્રમ્પની વીઝા નીતિની કરી હતી આકરી ટીકા

પ્રમુખપદની ચૂંટણીના પ્રચાર દરમિયાન બાઇડને ટ્રમ્પની વીઝા નીતિની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ નીતિના પગલે એક કરોડથી વધુ લોકોએ અમેરિકા છોડવાની ફરજ પડી શકે છે. બાઇડને રજૂ કરેલા પ્રસ્તાવ મુજબ 2021ના જાન્યુઆરીની પહેલી સુધી અમેરિકામાં કોઇ કાયદેસરના દસ્તાવેજો વિના રહેતા લોકોના બેકગ્રાઉન્ડની તપાસ કરવામાં આવશે. આ લોકો નિયમિત અમેરિકી કરવેરા ભરતા હોય અને બીજી પાયાની જરૂરિયાતો પૂરી કરતા હોય તો તેમને પાંચ વર્ષના નિવાસી વીઝા અપાશે અથવા ગ્રીન કાર્ડ અપાશે અને એ પછી તેઓ અમેરિકી નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. આમ લાખો ભારતીયોને પણ આ નીતિથી લાભ થવાની શક્યતા હતી.

Read Also

Related posts

ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ

Pravin Makwana

Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો

Pravin Makwana

ખુશ ના થશો/ નીરવ મોદી પાસે હજુ પણ છે આ 3 વિકલ્પો, 28 દિવસમાં ના આવ્યો તો વર્ષો લાગશે ભારતને બ્રિટનથી અહીં લાવતાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!