GSTV
Home » News » સિમોન બાઈલ્સે વર્લ્ડ જિમ્નાસ્ટીકમાં ૨૧મો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો,સૌથી વધુ મેડલ જીતનારી મહિલા જિમ્નાસ્ટ બની

સિમોન બાઈલ્સે વર્લ્ડ જિમ્નાસ્ટીકમાં ૨૧મો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો,સૌથી વધુ મેડલ જીતનારી મહિલા જિમ્નાસ્ટ બની

અમેરિકાની લેજન્ડરી મહિલા જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સે અમેરિકી ટીમને સતત પાંચમી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિમેન્સ ટીમ ફાઈનલ ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા અપાવતા ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે બાઈલ્સે કારકિર્દીનો રેકોર્ડ ૧૫મો ગોલ્ડ મેડલ જીત્યો હતો અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સર્વાધિક ગોલ્ડ જીતવાના પોતાના વર્લ્ડ રેકોર્ડને આગળ ધપાવ્યો હતો.

જ્યારે આ ગોલ્ડની સાથે તેણે ઓવરઓલ વર્લ્ડ ચેમ્પિયનશિપનો રેકોર્ડ ૨૧મો મેડલ જીતીને રશિયાની ખોર્કિનાના ૨૦ મેડલ્સનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. આ સાથે બાઈલ્સ હવે વર્લ્ડ જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપના ઈતિહાસની સૌથી સફળ મહિલા જિમ્નાસ્ટ બની ગઈ છે.

વર્લ્ડ જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં સર્વાધિક મેડલ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બેલારૃસના વિતાલી ચેર્બોના નામે છે, જેણે ૨૩ મેડલ્સ જીત્યા હતા.બાઈલ્સ સહિતની અમેરિકી જિમ્નાસ્ટ ટીમે વિમેન્સ ટીમ ઈવેન્ટમાં ઓવરઓલ સતત પાંચમી વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. તેઓ ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપને ભેગી કરતાં સતત સાતમો ગોલ્ડ મેડલ જીત્યા હતા.

બાઈલ્સની સાથે જેડ કારેય, કારા ઈકેર અને સુનિસા લી તેમજ ગ્રેસ મેક્કાલમની ટીમે ૧૭૨.૩૩૦ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. રશિયાને ૧૬૬.૫૨૯ના સ્કોર સાથે સિલ્વર અને ઈટાલીને ૧૬૪.૭૯૬ ના સ્કોર સાથે બ્રોન્ઝ મળ્યો હતો.

Read Also

Related posts

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari

ઠાકોર સેનામાં ફરી ગાબડું, ભાજપ ઉમેદવારના ભાઈ કોંગ્રેસમાં જોડાતા રાજકિય ગરમાવો

Nilesh Jethva

ઈ- મેમોથી બચવા આ યુવકે અપનાવ્યો અનોખો આઈડિયા, અંતે આવી રીતે ફુટ્યો ભાંડો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!