GSTV

સુરતના આ વિસ્તારોમાં નહી ખુલે જીમ-યોગા સેન્ટર, જાણો શું છે નવી ગાઇડલાઇન

જીમ

બુધવારથી સુરત સહિત સમગ્ર રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર કોવિડ 19ની ગાઈડ લાઈન પ્રમાણે શરૃ થશે પણ સુરતમાં જોખમી વિસ્તારો જાહેર કરાયા છે ત્યાં યોગ કે જીમ ખોલવા દેવાશે નહી. તેમજ ડિસ્ટન્સ, સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરવા તેમજ કોમોર્બિડ વ્યક્તિ તથા 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકને બંધ જગ્યાવાળી જીમનો ઉપયોગ નહી કરવા માટે તાકીદ કરાઇ છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવતીકાલથી જીમ અને યોગ સેન્ટર શરૃ કરવા પહેલાં મ્યુનિ. તંત્રએ ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં સ્ટાફ અને સભ્યો તથા મુલાકાતીઓ વચ્ચેના સંપર્કને ઘટાડવા પગલાં ભરવાની તાકીદ થઇ છે. ઉપરાતં સુરત સિટીમાં અનેક વિસ્તારો હાઇ રિસ્ક એરિયા જાહેર કરાયા છે ત્યાં જીમ કે યોગ સેન્ટર શરૃ કરી શકાશે નહીં.

જીમ અને યોગ સેન્ટરમાં કરવુ પડશે આ નિયમોનું પાલન

તમામ યોગ સેન્ટર કે જીમમાં ૬૫ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ અને કોમોર્બિડ વ્યક્તિ સાથે સગર્ભા સ્ત્રી અને ૧૦ વર્ષથી નીચેના બાળકોને બંધ જગ્યા પર જીમનો ઉપયોગ ન કરવા માટે સુચન કરાયું છે. જીમ અને યોગ સેન્ટરમાં બે વ્યક્તિ વચ્ચે છ ફુટનું અંતર જાળવવું પડશે. કસરત દરમિયાન સાદા કાપડના માસ્કનો ઉપયોગ કરવો પડશે. જીમ યોગ સેન્ટરમાં આવનારે વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, તથા થુંકવા પર પ્રતિબંધ અને બધાએ ફરજ્યાત આરોગ્ય સેતું એપ્લીકેશન ડાઉન લોડ કરવી પડશે.

આ ઉપરાંત જીમ અને યોગ સેન્ટરમાં સભ્યોની સંખ્યા મર્યાદિત કરવી પડશે તથા વિસ્તારને વારંવાર સેનેટાઈઝ કરવો પડશે. તેમજ સિટીના જોખમી જાહેર થયેલા વિસ્તારોમાંથી સ્ટાફને કામ પર રાખી શકાશે નહી. સંક્રમણને ધ્યાનમા ંરાખીને રેકર્ડ કરેલા સંગીત, ગીતો વગાડવા તથા બુમ પાડવા કે હાસ્ય યોગ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.

Read Also

Related posts

નાપાક હરકત / એક જ કારણની શોધ, આ સ્વતંત્ર દેશ ઉપર તુરંત કબ્જો કરી લેશે ચીન, ગ્લોબલ ટાઈમ્સે આપી ધમકી

Mansi Patel

ગુજરાતમાં કોરોનાથી તબીબો અને આરોગ્યકર્મીઓને મોટું જોખમ, દેશમાં બીજા નંબરે છે રાજ્ય

Mansi Patel

ચીને તાઈવાનને ડરાવવા મોકલ્યા 18 ફાયર ફાયટર, અમેરિકાને ખુલ્લેઆમ ધમકી આપી કે….

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!