વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદ ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરનો વિવાદ મસ્જિદ પરિસરમાં શ્રૃંગાર ગૌરીની દરરોજ પૂજા કરવાની માંગને લઈને છે. ઈબાદતની માંગ કરતી અરજી બાદ કોર્ટે મસ્જિદમાં પુરાતત્વીય સર્વેક્ષણનો આદેશ આપ્યો છે.

જ્ઞાનવાપીનો અર્થ શું છે?
જ્ઞાનવાપી શબ્દ આજકાલ સૌથી વધુ ચર્ચામાં છે. તેનું મુખ્ય કારણ વારાણસીમાં સ્થિત જ્ઞાનવાપી સંકુલ છે, જ્યાં કાશી વિશ્વનાથ મંદિરની સાથે મસ્જિદ પણ છે. જ્ઞાનવાપી શબ્દ જ્ઞાન + વાપી પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે જ્ઞાનનું તળાવ. એવું કહેવાય છે કે તેનું નામ તળાવના કારણે પડ્યું છે, જે હવે મસ્જિદની અંદર છે. તે જ સમયે, ભગવાન શિવના ગણ હજુ પણ નંદી મસ્જિદ તરફ મોં કરીને બેઠા છે.

જ્ઞાનવાપી મસ્જિદનો ઇતિહાસ
જ્ઞાનવાપી મસ્જિદનો ઇતિહાસ જોઇએ તો, મસ્જિદના સ્થાને પહેલા હિન્દુ શિવમંદિર હતું તેવો દાવો હિન્દુઓ વર્ષોથી કરી રહ્યા છે.વર્ષ 1669માં મુઘલ બાદશાહ ઔરંગઝેબે મસ્જિદ બનાવવાનું ફરમાન જાહેર કર્યું હતું. ઔરંગઝેબના અનેક ફરમાનો સહિત આ ફરમાન પણ કોલકતા સ્થિત એશિયાટિક લાઈબ્રેરીમાં સચવાયેલું છે. ઔરંગઝેબના સમકાલીન ઈતિહાસકાર મુસ્તૈદ ખાને ‘માસિદ-એ-આલમગીરી’ નામના ગ્રંથમાં આ ફરમાનનો ઉલ્લેખ કર્યો છે

રસપ્રદ યોગાનુયોગ એ છે કે ઔરંગઝેબના ફરમાનથી જે શિવમંદિર તોડી પાડવામાં આવ્યું હતું એ ઔરંગઝેબના પૂર્વજ મુઘલ બાદશાહ અકબરના ફરમાનથી તેનાં નવ રત્નોમાં સામેલ હિન્દુ સરદાર ટોડરમલે જ બંધાવેલું હતું. મતલબ કે પોતાના વડદાદાએ જે મંદિર બંધાવ્યું હતું તે ઔરંગઝેબે તોડી પાડ્યું.

ટોડરમલે એ મંદિર બંધાવવાની જરૂર કેમ પડી તે જાણવું પણ મહત્વનું છે. અહીં સદીઓથી પ્રાચીન શિવમંદિર હતું જ. જેને વર્ષ 1194માં મુસ્લિમ આક્રમણકાર મોહમ્મદ ઘોરીએ તોડી પાડ્યું હતું. ટોડરમલે બંધાવેલ મંદિર ઔરંગઝેબે તોડી નંખાવ્યું. ત્યારબાદ જૌનપુરના નવાબે એ મંદિરના કાટમાળ પર મસ્જિદનું નિર્માણ કર્યું. જે આજે જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાય છે.

વર્ષ 1991માં કાશીની જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાતી ઈમારત ખરેખર તો શિવમંદિર છે અને ત્યાં હિન્દુઓને દર્શનની અનુમતિ હોવી જોઈએ એવા મતલબની અરજી કરાઇ. સોમનાથ વ્યાસ, હરિહર પાંડે અને રામરંગ શર્મા નામના ત્રણ વિદ્વાન હિન્દુઓએ અદાલત સમક્ષ અરજી કરી.

તો વર્ષ 2021ના ઓગસ્ટ મહિનામાં પણ દિલ્હીની પાંચ મહિલાઓએ બનારસની અદાલતમાં દાવો કર્યો કે જ્ઞાનવાપી મસ્જિદમાં શ્રુંગાર ગૌરી સહિતના વિવિધ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિના અવશેષો છે. અહીં હિન્દુઓને પૂજા-અર્ચનાની મંજૂરી આપવામાં આવે અને આ મૂર્તિઓને નુકસાન ન થાય તેની તકેદારી લેવામાં આવે. 1991 અને 2021માં થયેલી બંને અરજી જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાતી ઈમારત મૂળભૂત રીતે હિન્દુ મંદિર હોવાનો દાવો કરે છે અને તેનાં સમર્થનમાં કેટલાંક પુરાતત્વીય અને ઐતિહાસિક પૂરાવાઓ પણ રજૂ કર્યા છે.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ