કેટલીકવાર એવુ બને છે કે સામે વાળો વ્યક્તિ ભિખારી લાગે છે પરંતુ હકિકત કઈક અલગ જ હોય છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આવી એક ઘટના સામે આવી છે. જ્યાં DSP સડક કિનારે જ્યારે એક ભિખારી પાસે ગયા તો દંગ રહી ગયા કેમ કે તે ભિખારી તેની જ બેન્ચનો ઓફિસર હતો.

હકિકતમાં ગ્વાલિયરમાં પેટાચૂંટણીની મતગણતરી બાદ DSP રત્નેશ સિંહ તોમર અને વિજય સિંહ ભદોરિયા ઝાંસી રોડથી નિકળી રહ્યા હતા. એવા સમયે રોડ કિનારે એક ભિખારી ઠંડીના કારણે ધ્રુજી રહ્યો હતો. જેને જોઈને ઓફિસરોએ ગાડી રોકી અને તેમની પાસે ગયા. ત્યાર બાદ બન્ને અધિકારીઓએ તેની મદદ કરી. DSP રત્નેશ સિંહે તેમના બૂટ અને વિજય સિંહ ભદોરિયાએ પોતાનું જેકેટ આપી દીધુ. ત્યાર બાદ તેમની સાથે વાત ચિત કરી તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા. તે ભિખારી DSP ની બેન્ચનો જ ઓફિસર નિકળ્યો. તે ભિખારીના રૂપે છેલ્લા 10 વર્ષથી ભટકી રહ્યો છે. તે પોલીસ ઓફિસર રહી ચુક્યો હતો. તેમનું નામ મનિષ મિશ્રા છે. એટલું જ નહિ તે 1999 બેન્ચનો આ અધિકારી એક અચુક નિશાનેબાજ હતો.

મનિષ મિશ્રાએ 2005 સુધી પોલીસની નોકરી કરી હતી. ધીરે ધીરે તેની માનસિક સ્થિતિ ખરાબ થવા લાગી. જેનાથી તેના પરિવારના લોકો પરેશાન થવા લાગ્યા. ઘણી જગ્યાએ તેમની સારવાર કરવામાં આવી પરંતુ ત્યારથી તે ભાગી ગયા. ત્યાર પછી પરિવારને પણ ખબર ન રહી કે મનિષ ક્યા ચાલ્યો ગયો. તેમની પત્નિ પણ જતી રહી અને બાદમાં તેમણે છૂટાછેડા લઈ લીધા. બાદમાં મનિષ ભીખ માંગવા લાગ્યો અને આમ 10 વર્ષ વીતી ગયા.મનિષના બન્ને સાથીઓએ વિચાર્યું પણ નહોતુ કે આવુ પણ થઈ શકે. મનિષ આ બન્ને ઓફિસરો સાથે વર્ષ 1999 માં પોલીસમાં સબ ઈન્સ્પેકટર તરીકે ભરતી થયો હતો. ત્યાર બાદ ઘણો સમય મનિષ સાથે વિતેલા દિવસોની વાત કરવાની કોશીશ કરી અને પોતાની સાથે લઈ જવાની વાત કરી પરંતુ મનિષે સાથે જવાની ના પાડી.

ત્યાર બાદ બન્ને અધિકારીઓએ મનિષને એક સેવાભાવી સંસ્થામાં મુકી આવ્યા ત્યાં મનિષની દેખભાળ શરી કરી દેવામાં આવી. એટલુ જ નહિ મનિષનો ભાઈ પણ પોલીસમાં છે તેના પિતા અને કાકા એસએસપીના પદ પરથી નિવૃત થયા છે. મળતી માહિતી પ્રમાણે તેમની બહેન પણ કોઈ દૂતાવાસમાં સારા પદ પર છે. મનીષની પત્ની જેની સાથે તેના છૂટાછેડા થઈ ગયા હતા તે પણ એક સારા પદ પર નોકરી કરે છે. અત્યારે બન્ને મિત્રોએ મનિશની સારવાર ફરી શરૂ કરી છે.
READ ALSO
- Health Tips: ડાયાબિટીઝથી લઇને કેન્સર જેવા રોગમાં અતિ ફાયદાકારક છે કારેલું, ખાવાના એક નહીં અઢળક છે ફાયદાઓ
- થર્મોકોલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી, 4 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા
- ખેડૂત આંદોલન/ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ હિંસામાં 63 પોલીસકર્મીઓ ઘાયલ, 45 ટ્રૉમા સેંટરમાં દાખલ
- ઈસ્કોન સંપ્રદાય પર શિક્ષિત યુવાનોને ગેરમાર્ગે દોરી વશીકરણનો આરોપ, પરિવારજનોએ મંદિરની બહાર નોંધાવ્યો વિરોધ
- તૈયાર થઇ જાઓ/ 1 ફેબ્રુઆરીથી આપની લાઇફ સાથે જોડાયેલ આ સુવિધાઓમાં આવશે મોટો બદલાવ