GSTV

ગ્વાલિયર/ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં લાગી ભીષણ આગ, બે દર્દીઓ ઝપટમાં આવતા અન્ય હોસ્પિટલમાં ખસેડવા પડ્યા

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કોવિડ હોસ્પિટલના ઈંટેસિવ કેયર યુનિટમાં આગ લાગી ગઈ છે. આગની ઘટના બાદ હોસ્પિટલમાં દોડાદોડી થઈ ગઈ હતી. ત્યારે અહીં દાખલ દર્દીઓ પોતાનો જીવ બચાવવા માટે અહીંથી તહીં ભાગી રહ્યા હતા.

કહેવાય છે કે, શનિવારે બપોરે લગભગ બે કલાકની આસપાસ ત્રીજા માળે એક બેડમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગવાને કારણે સીલિંગમાં લાગેલી લાઈટમાં શોર્ટ સર્કિટ થઈ ગયું હતું. છત પરથી સળગતી લાઈટ એક બેડ પર પડી હતી, અને આગ પકડી લીધી હતી. જોતજોતામાં આ આગ ઘણી ફેલાઈ ગઈ હતી. ત્યારે આ ઘટનાને જોઈને ત્યાં હાજર દર્દીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઉતાવળમાં આ દર્દીઓને સેકન્ડ ફ્લોરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. વેંટિલેટરવાળા દર્દીઓને બેડ સહિત શિફ્ટ કરવામાં હોસ્પિટલ સ્ટાફને ખૂબ મહેનત કરવી પડી હતી.

ગ્વાલિયરના કલેક્ટર કિશોર કાન્યાલના જણાવ્યા અનુસાર હોસ્પિટલ ત્રીજા માળે શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આગ લાગ્યા બાદ અહીં નવ દર્દીઓને સેકન્ડ ફ્લોર પર શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે, આગના કારણે બે દર્દીઓ પણ આગની ઝપટમાં આવી ગયા હતા. જેમને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.કલેક્ટરે જણાવ્યુ હતું કે, આ ઘટનાની જાણ થતાં જ ફાયરની ગાડીઓ તુરંત હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

READ ALSO

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!