ગૂગલ મેપથી રસ્તો શોધતા પહેલા વાંચી લો આ, ક્યાંક છુટાછેડા ના થઈ જાય

ખરેખર ગુગલે આપણી સહુલિયત માટે જે સુનિધાઓ આપી છે તેનો જવાબ નથી. પરંતુ ધણી વખત આ સુવિધાઓના કારણે લોકોના જીવનમાં ભૂકંપ આવી જતો હોય છે. સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક પતિ પત્નીનો સંબંધ ગુગલના કારણે ચર્ચામાં આવી ગયો છે. ગુગલ મેપના કારણે બન્નેના સંબંધનું સત્ય એવી રીતે સામે આવ્યું કે જોવા વાળા જોતા રહી ગયા.

આ ઘટના પેરૂની છે. પેરૂમાં એક વ્યક્તિ ગુગલ મેપના સ્ટ્રીટ વ્યૂ સુવિધાનો ઉપયોગ કરીને રસ્તો સોધી રહ્યો હતો. ત્યારે જ તેને એક મહિલા દેખાય છે જેણે બિલકુલ તેની પત્ની જેવા જ કપડા પહેર્યા હતા. તે વ્યક્તિએ ધ્યાનથી જોયુ તો જાણવા મળ્યું કે આ મહિલા તેની જ પત્ની છે. પરંતુ પત્ની જે કરી રહી હતી તે જોઈને પતિ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. હકીકતમાં પત્નીના ખોળામાં કોઈ બીજો વ્યક્તિ સુઈ રહ્યો હતો અને તેની પત્ની તેના વાળમાં હાથ ફેરવી રહી હતી. પતિએ તેમનો ફોટો પાડી લીધો અને તેની પત્નીના ઘરે આવવાની રાહ જોવા લાગ્યો.

સાંજે જ્યારે પત્ની આવી તો પતિએ તેને બધી વાત જણાવી, પત્નીએ પહેલા તો આ વાતને માનથી ઈનકાર કરી લીધો પરંતુ પતીએ તસ્વીરો બતાવતા તેણે કબુલ કર્યુ કે આ તે જ છે અને બીજા વ્યક્તિ સાથે સમય વિતાવી રહી હતી. ઘટના ધણા દિવસો પહેલાની છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર બીજી વખત ચર્ચાનો વિષય બની છે.ગુગલના સ્ટ્રીત વ્યૂથી ભૂકંપ લાવતી આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણી વખત આવી ચર્ચા સામે આવી છે.

 

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter