GSTV

આસામમાં સિટિઝનશિપ બિલ સામેનો વિરોધ સતત ચોથા દિવસે યથાવત

Last Updated on January 22, 2019 by

આસામમાં આજે સતત ચોથા દિવસે પણ સિટિઝનશિપ બિલ સામેનો વિરોધ યથાવત રહ્યો હતો અને મુખ્ય પ્રધાન સર્બનંદા સોનોવલને ચિરાંગ જિલ્લામાં કાળા વાવટા દેખાડ્યા હતા. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓ જ્યારે સોલોનવ બિજની નગરમાં એક શાળાનું ઉદઘાટન કરવા આવ્યા હતા ત્યારે હેલિપેડ પર જ તેમને વિરોધનો સામનો કરવો પડયો હતો. પોલીસે દેખાવકારોને બળજબરીથી હેલિપેડથી ખસેડયા હતા અને ત્રણની અટકાયત કરેલી.

બ્રિહ્માપુત્રા નદીના કાંઠે ધુબરી જિલ્લામાં વિવિધ રાજકીય, સામાજીક અને વિદ્યાર્થી સંગઠનોએ બિલની વિરૃધ્ધ જંગી રેલી કાઢીને બિલને પરત લેવા માગ કરી હતી.આઠમી જાન્યુઆરીએ લોકસભામાં પસાર કરેલા બિલમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફધાનિસ્તાનના હિન્દુઓને ભારતમાં નાગરિકતા આપવાની વાત કરાઇ છે.

પૂર્વોત્તરના મોટાભાગના રાજ્યોએ આ બિલનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે  આનાથી આસામ કરાર ૧૯૮૫ અપ્રસ્તુત બની જશે. ૨૪ માર્ચ, ૧૯૭૧ પછી ભારત આવેલાઓ ગેરકાયદે વસાહતીઓને  કોઇ પણ ધર્મના બેદભાવ વગરે દેશનિકાલ માટેની તારીખ નક્કી કરી હતી.

લગભગ ચાર સપ્તાહથી પૂર્વોત્તરના રાજ્યોમાં બિલ સામેનો વિરોધ જોર પકડી રહ્યો છે. આઠમી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ બિલના વિરોધમાં  રાજ્યમાં સત્તા પક્ષમાંથી ટેકો પાછો ખેંચી લેનાર અસોમ ગણ પરિષદે બિલનો વિરોધ કરી રહેલા કૃષક મૂક્ત સંગ્રામ સમિતિના નેતૃત્વ હેઠળના ૭૦ સંગઠનોને સમર્થન આપવા નિર્ણય કર્યો હતો.

રાજ્ય સરકારમાંથી રાજીનામું આપનાર કેશબ મહંતા અને એજીપીના વડા અતુલ બોરા અને ધારાસભ્ય રામેન્દ્ર નારાયણ કાલિતાએ સમિતિના વડા અખિલ ગોગોઇની મુલાકાત લીધી હતી અને તેમના આંદોલનને સમર્થન આપવા સંકલ્પ કર્યો હતો.

Related posts

ભારત સરકારનું મોટુ સાહસ/ હાઈવે પર ઘાયલ લોકોની થશે કૈશલેસ સારવાર, સરકાર ઉઠાવવા જઈ રહી છે મોટુ પગલું, એક રૂપિયો પણ ખર્ચવો નહીં પડે

Pravin Makwana

SBIના ગ્રાહકો માટે એલર્ટ/ ATM ફ્રોડથી બચવું છે તે OTP દ્વારા પૈસા ઉપાડો, ફ્રોડનો શિકાર થતાં બચી જશો, કોઈ આપના રૂપિયાને હાથ લગાવી શકશે નહીં

Pravin Makwana

પંજાબ વિધાનસભા ચૂંટણી/ પંજાબના મતદારો નહીં કરી શકે 14 ફેબ્રુઆરીએ મતદાન ? ચૂંટણી પંચ આજે કરી શકે છે મોટી જાહેરાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!