જામફળનો સ્વાદ દરેકને ગમે છે. શિયાળાની સિઝનમાં લોકોને ખાવાનું વધુ પસંદ કરે છે. જામફાળને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, તેમાં ઔષોધીય ગુણ હોય છે. જામફળમાં વિટામિન-સી, એન્ટી-ઓક્સિડન્ટ અને કેટલાક પોષક ત્તત્વો હોય છે. જામફળ ખાવાના અનેક ફાયદા છે, તો ક્યારેક તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે ક્યા લોકોએ જામફળ ખાવાથી બચવું જોઈએ

શરદી અને ઉધરસ
જામફળની તાસીર ઠંડી હોય છે અને માટે જે લોકોને શરદી કે ઉધરસ હોય તેમણે તેનું સેવન ન કરવું જોઈએ. ખાસ કરીને જો ઉધરસ હોય તેમ છતાં જામફળ ખાવામાં આવે તો સમસ્યા વધી શકે છે.
દાંતની સમસ્યા
જામફળ થોડું કઠણ હોય છે. જો દાંતમાં સમસ્યા હોય તો તેનું સેવન કરવું જોઈએ નહિ. જામફળ ખાવાથી સમસ્યામાં વધારો થઈ શકે છે. જામફળને કારણે દાંતમાં સેન્સિટિવિટી ધરાવતા લોકોને પણ તકલીફ થઈ શકે છે. દાંતમાં ખાટાપણું અનુભવાય છે.

ઝાડા અને પેટ ફૂલવું
જામફળમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્ર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરતું જો તમને પાચન સંબંધિત કોઈ સમસ્યા છે, તો જામફળ ખાવું હિતાવહ નથી. ઝાડા કે પેટ ફૂલવાની સ્થિતિમાં જામફળ ન ખાવું જોઈએ, તેનાથી સમસ્યા વધી શકે છે.
(નોંધ: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી.)
Also Read
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ