ગુરૂ નાનક દેવની 551માં જન્મ જયંતિ નિમિતે પંજાબમાં ઠેર ઠેર પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી. ત્યારે પંજાબમાંથી દિલ્હી આવીને વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો દ્વારા પણ ગુરૂ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી. દિલ્હીની બહાર સિંઘુ બોર્ડર ખાતે પ્રદર્શનકારી ખેડૂતોના સંઘે ગુરબાણીનું વાંચન કર્યું. તેમજ પ્રદર્શન સ્થળે જ ઉભા રહીને પ્રાર્થના કરી. જે બાદ ખેડૂતોએ એકબીજાને મિઠાઇ ખવડાવીને મો મીઠું કરાવ્યું હતુ.

તો અમૃતસરમાં શિખ ગુરૂ ગુરૂનાનક દેવની 551માં પ્રકાશ પર્વને ધૂમધામથી મનાવવામાં આવ્યો. આ પ્રસંગે સ્વર્ણ મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું. પ્રકાશ પર્વ નિમિતે વહેલી સવારથી જ સ્વર્ણ મંદિરમા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. શ્રદ્ધાળુઓએ મંદિરમાં માથુ ટેકવ્યું. તેમજ ત્યાં આવેલા સરોવરમાં આસ્થાની ડુબકી લગાવી. શ્રધ્ધાળુઓએ ગુરૂ શરણમાં શીશ નમાવીને અરદાસ કરી.. આ દરમિયાન કોરોનાના નિયમોનું પણ ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું..
READ ALSO
- ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટ વિવાદમાં હાઇકોર્ટનું ફરમાન, સિંગલ જજના ચુકાદા પર લગાવ્યો સ્ટે
- પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી : લેફ્ટ-કોંગ્રેસ વચ્ચે આપસી સહમતિ, 193માંથી 92 સીટ કોંગ્રેસ તો 101 સીટ પર લડશે લેફ્ટ
- પાટિલના નિશાને ફરી એકવાર કોંગ્રેસ, કહ્યું: રૂપિયા વેરો તો જ મળે છે ટિકીટ
- બાપ રે/ પાંચ લોકો સાથે પરણિત મહિલાના લગ્ન, આખી ઘટના સાંભળી તમે પણ રહી જશો દંગ
- IPL Auction 2021: BCCIએ ફ્રેન્ચાઈઝ માલિકો માટે બનાવ્યા આકરા નિયમો, હરાજી અગાઉ ક્વારેન્ટાઈનમાં નહીં રહેવું પડે