GSTV
Home » News » પત્નીને કેટવોક કરતી જોઇ પતિ ગિન્નાયો, ઘૂંટણમાં ગોળી મારી બોલ્યો મરી જા

પત્નીને કેટવોક કરતી જોઇ પતિ ગિન્નાયો, ઘૂંટણમાં ગોળી મારી બોલ્યો મરી જા

દિલ્હી નજીકના સાઇબર સીટી એટલે કે ગુરૂગ્રામમાં એક એવો બનાવ બહાર આવ્યો છે કે જેના પતિ પત્ની વચ્ચેના સંબંધમાંથી વિશ્વાસ ઉઠી જાય. હકીકતમાં ગુરૂગ્રામમાં એક પતિએ તેની પત્નીને ગોળી મારી દીધી અને ભાગી ગયો હતો.પોલીસ પતિની શોધખોળ કરી રહી છે. ગુરૂગ્રામમાં રહેતી આશા રાની ઉર્ફે અંશુ(૩ર) સેકટર –પ૬માં આવેલી એક ખાનગી શાળામાં શિક્ષિકા છે.

આ શાળા તરફથી સેકટર-૪૮માં વિપુલ ગ્રીન્સ કલબમાં એક પાર્ટી યોજવામાં આવી હતી જેમાં રાની પણ જોડાઇ હતી.આ પાર્ટીમાં ફેશન શો પણ રાખવામાં આવ્યો હતો અને તેમાં આશાએ ભાગ લીધો હતો, પણ આશા આવા શોમાં ભાગ લ્યે તે તેના પતિને ગમતું નહોતું પણ અંતે તેણે ભાગ લેવા દેવાની હા પાડી હતી.આશાને ઘરે લાવવા માટે ઇન્દ્રજીત તેના મિત્ર જીતુ સાથે રાત્રીના લગભગ ૧૧.૩૦ વાગ્યા આસપાસ સેકટર-૭પમાં આવેલી શાળાની બીજી બ્રાંચ ઉપર પહોંચ્યો હતો.

ત્યાં બંને શાળાને તાળા લાગેલા જોવા મળ્યા હતા. આથી તેણે આશાને ફોન કરી જણાવ્યું કે તે મને ખોટું સરનામું જણાવ્યું છે. આશાએ વારંવાર તેને સમજાવ્યો અને તેને લોકેશન પણ મોકલ્યું છતાં ઇન્દ્રજીત ખૂબ જ નારાજ હતો. ત્યારે ખીજાયેલો ઇન્દ્રજીત કલબ પહોંચ્યો હતો. અને આશાને ફોન કરી ઘરે ચાલવા કહયુ પણ આશાએ કહયું કે હમણાં ઘરે જવા નીકળી નહી શકાય. ત્યારે તે દરમિયાન મોટી સ્કીન પર આશાને કેટવોક કરતી દેખાડવામાં આવતા તેનો ગુસ્સો સાતમા આસમાને પહોચ્યો હતો. અને તેણે સ્કીન તરફ ગોળી મારી દીધી. ત્યારે ગોળીબાર થતા પાર્ટીમાં અફડાતફડી થઇ હતી.

અફડાતફડી દરમ્યાન લોકો પોતાનો જીવ બચાવવા આમથી તેમ ભટકવા લાગ્યા. એવામાં આશાએ ઇન્દ્રજીતને ખુબ સમજાવવાની કોશિષ કરી પણ તે ન માન્યો અને આશાના ગોઠણમાં ગોળી મારી બોલ્યો મરી જા. ત્યારે ગોળી વાગવાથી લોહીલોહાણ થયેલી આશા મદદ માટે બુમો પાડતી રહી પણ કોઇ મદદે ન આવ્યું અને બીજી તરફ તેનો પતિ ગોળી માર્યા બાદ ત્યાંથી ભાગી ગયો. ત્યારે કલબના એક કર્મીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી અને મહિલાને હોસ્પિટલે લઇ ગઇ હતી. પોલીસે આશાની ફરિયાદ લઇ ઇન્દ્રજીત અને તેના મિત્ર સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો અને સીસીટીવીના ફૂટેજ મેળવી તેના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. આરોપી ટૂંક સમયમાં ઝડપાઇ જશે તેવી પોલીસને આશા છે.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!