GSTV
Home » News » ગુરુગ્રામમાં જજની પત્ની અને પુત્ર પર સુરક્ષાગાર્ડે કર્યો ગોળી બાર, એકની ધરપકડ, તપાસ શરૂ

ગુરુગ્રામમાં જજની પત્ની અને પુત્ર પર સુરક્ષાગાર્ડે કર્યો ગોળી બાર, એકની ધરપકડ, તપાસ શરૂ

હરિયાણાના ગુરુગ્રામ ખાતે શનિવારે બપોરે અધિક જિલ્લા અને સેશન જજ કૃષ્ણકાંતની પત્ની અને પુત્ર પર તેમના જ સુરક્ષાગાર્ડે ભરબજારે ગોળીઓ મારી હતી. આ ગોળીકાંડ બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગંભીરપણે ઘવાયેલા માતા અને પુત્રને મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. અહીં ઈલાજ દરમિયાન ન્યાયાધીશના પત્ની રિતુનું નિધન થયું હતું. જ્યારે ન્યાયાધીશના પુત્ર ધ્રુવ જીવનમરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. પોલીસે સુરક્ષાગાર્ડ મહિપાલની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. મામલાની ગંભીરતાને જોતા હરિયાણા પોલીસે તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. ડીસીપી સુલોચના ગજરાજના નેતૃત્વમાં બનેલી એસઆઈટીમાં ડીએસપી, બે એસીપી અને ચાર ઈન્સ્પેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુરુગ્રામમાં જજની પત્ની અને પુત્ર પર તેમના સુરક્ષાગાર્ડ મહિપાલ યાદવ દ્વારા શનિવારે બપોરે સાડા ત્રણ વાગ્યે ગોળીઓ ચલાવવામાં આવી હતી. ગોળીકાંડ વખતે જજના પત્ની રિતુ અને પુત્ર ધ્રુવ ખરીદી કરવા માટે ગુરુગ્રામના સેક્ટર-51માં આવેલી માર્કેટમાં ખરીદી માટે ગયા હતા. માર્કેટ પાસે માતા-પુત્ર કાર રોકીને નીચે ઉતર્યા, ત્યારે મહિપાલ યાદવે તેમના પર ગોળીઓ ચલાવી હતી. મહિપાલે રિતુને છાતીમાં બે ગોળીઓ મારી અને ધ્રુવને માથામાં બે ગોળીઓ મારી હતી. મહિપાલે ઘટનાસ્થળે રહેલા લોકોને ક્હયુ હતુ કે કોઈપણ વચ્ચે આવે નહીં, આ શેતાન અને તેની માતા છે. બાદમાં મહિપાલે બંનેને કારમાં નાખવાની કોશિશ કરી હતી. પરંતુ તેમાં તે અસફળ રહેતા ઘટનાસ્થળેથી ફરાર થયો હતો. મહિપાલ ત્યારબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાં પણ તેણે ફાયરિંગ કર્યું તથા ઘટનાસ્થળેથી ફરાર થયો હતો. પોલીસે નાકાબંધી કરીને ગુડગાંવ-ફરીદાબાદ રોડ પર ગ્વાલ પહાડી નજીકથી તેને ઝડપી પાડયો હતો. પોલીસની પૂછપરછમાં મહિપાલે જણાવ્યુ હતુ કે તેણે માતા-પુત્રને ગોળી માર્યા બાદ ન્યાયાધીશ અને તેની માતાને ફોન કરીને સમગ્ર જાણકારી આપી હતી.

ગનર મહિપાલ યાદવે જજની પત્ની અને પુત્ર પર ગોળી શા માટે ચલાવી તેના સંદર્ભે કોઈ સ્પષ્ટ ખુલાસો થયો નથી. ગુરુગ્રામના પોલીસ કમિશનરે કહ્યુ છે કે પૂછપરછમાં મહિપાલ યાદવે ગુસ્સે થઈને વાત કરી અને યોગ્ય રીતે જવાબ આપ્યો નથી. જો કે મીડિયા રિપોર્ટ મુજબ. 40 વર્ષીય મહિપાલ યાદવ દોઢ વર્ષથી ન્યાયાધીશ કૃષ્ણકાંતની સુરક્ષામાં તેનાત હતો. લગભગ આઠ માસ પહેલા મહિપાલ યાદવે હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કર્યો હતો. જણાવવામાં આવે છે કે ધાર્મિક બાબતો પર જજની પત્ની સાથે મહિપાલ યાદવનો વિવાદ થતો હતો. પોલીસ કસ્ટડીમાં પણ મહિપાલ કહી રહ્યો હતો કે ધર્માંતરણને લઈને ન્યાયાધીશના પત્ની તેની હેરાનગતિ કરતા હતા.

 

Related posts

યોગી સરકારની 25 લાખની સહાય સામે ઉન્નાવ રેપ પીડિતાના પરિવારજનો મુખ્યમંત્રીને મળ્યા વગર નહીં કરે દિકરીનો અંતિમ સંસ્કાર

Mayur

પાલીતાણામાં પણ બની દુષ્કર્મની ઘટના, નરાધમે 12 વર્ષની બાળાને ઘેનની દવા આપી પીખી નાંખી

Mayur

રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીએ પકડ્યું જોર, મહાનગરોમાં ફુંકાયો હાડ થીજવતો પવન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!