GSTV
Home » News » દિલ્હીમાં મુસ્લિમ યુવક જય શ્રી રામ ન બોલ્યો તો લાકડી વડે ફટકાર્યો

દિલ્હીમાં મુસ્લિમ યુવક જય શ્રી રામ ન બોલ્યો તો લાકડી વડે ફટકાર્યો

દિલ્હીની નજીક આવેલા ગુરૂગ્રામમાં એક યુવકની એટલા માટે પીટાઈ કરવામાં આવી કારણ કે તેણે મુસ્લિમ ટોપી પહેરી હતી. અને તેણે ધાર્મિક નારાઓ લગાવવાની મનાઈ કરી દીધી હતી. પીડિત યુવકનું નામ બરકત આલમ છે. જે મૂળ બિહારનો વતની છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ મોહમ્મદ બરકત આલમ (25) પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે ચાર છોકરાઓ સદર બાઝારમાં તેને મળ્યા. તેમણે તેને પરંપરાગત ટોપી હટાવવા માટે કહ્યું. ના ઉતારતા તેની સાથે મારપીટ કરવામાં આવી. હાલ તો ઘણો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ દ્રારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટના બનતા મુસ્લિમ લોકોએ પણ મસ્જિદની બહાર પ્રદર્શન કરી રસ્તાઓ જામ કરી દીધા છે. જે પછી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પીડિત યુવકને સેક્ટર 10ના સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ઈલાજ બાદ પીડિત યુવકને સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો.

આલમે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, આરોપીઓએ મને ધમકી આપી અને કહ્યું કે, આ વિસ્તારમાં ટોપી પહેરવાની પરમિશન નથી. તેમણે ટોપી ઉતારી લીધી અને મને થપ્પડ મારી. તેમણે ભારત માતા કી જયનો નારો લગાવવાનું કહ્યું. તેમના કહેવા પર મેં નારો લગાવ્યો. જે પછી તેમણે બળજબરી મને જય શ્રીરામ બોલવાનું કહ્યું. જેનો મેં ઈન્કાર કરી દીધો. જે પછી આરોપીઓએ લાકડી લઈને મારા પગ અને પીઠમાં મારી.

આલમ સદર બજાર સ્થિત મસ્જિદમાં નમાજ પઢીને આવી રહ્યો હતો. તેણે મદદ માગી ત્યારે ઘણાં મુસ્લિમો ત્યાં એકઠા થઈ ગયા હતા. હુમલો કરનારાઓએ જ્યારે ટોળાને આવતું જોયું ત્યારે તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે ગુરૂગ્રામ શહેરના એસપી રાજીવ કુમારનું કહેવું છે કે, અમને આ ઘટના વિશે ફરિયાદ મળી છે. જે પછી શહેરના પોલીસ સ્ટેશનમાં કલમ 153, 149, 323 અને 506 નીચે એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે. અમે પીડિતની મેડિકલ તપાસ પણ કરાવી છે.

એસપી રાજીવ કુમારે વધુમાં કહ્યું કે, અમે આરોપીઓની તપાસ કરવા માટે ત્યાં લાગેલા સીસીટીવીની પણ તપાસ કરી રહ્યા છીએ. અને તેમને પકડવાની તજવીજ હાથ ધરી દીધી છે. જો કે પીડિત વ્યક્તિ દ્રારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, પોલીસ દ્રારા કોઈ કાર્યવાહી ન કરી ઉલ્ટો ચોર કોડવાળને દાંટે એ કહેવત મજબ પીડિત પર દબાણ લાદવાની કોશિષ કરી છે. જો કે ઘટના સ્થળે લાગેલા સીસીટીવી ફૂટેજ પરથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે યુવક સાથે આ વારદાત થઈ છે.

READ ALSO

Related posts

Jio વપરાશકર્તાને આપી રહ્યું છે 30 મિનિટનો ટોકટાઈમ, આ છે તેની શર્તો

pratik shah

કેવી રીતે ભણશે ગુજરાત : વિદ્યાર્થીઓ પરીક્ષામાં વ્યસ્ત, શિક્ષક દારૂના નશામાં મસ્ત

Nilesh Jethva

વોર ફિલ્મની સફળતા બાદ ઋત્વિક રોશન દેખાશે આ ફિલ્મની સિક્વલમાં

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!