GSTV
Astrology Life Trending

ગુરુનું મિન રાશિમાં થશે ભ્રમણ, સિંહ સહિત આ ચાર રાશિઓના લોકો થશે સાવધાનઃ નોકરી ધંધામાં ચેતીને રહેજો

રાશિઓ

સૌર મંડળના મુખ્ય ગ્રહોમાંના એક ગુરુગ્રહ 24 નવેમ્બર ગુરુવારના મીન રાશિમાં ભ્રમણ કરવાનો છે. ગુરુની સીધી ચાલ શરુ થવાના કારણે ઘણી રાશિના જાતકોને લાભ થશે. તેમની કેરિયર, બિઝનેસ અને વ્યક્તિગત જીવનમાં ઘણા મહત્ત્વપૂર્ણ બદલાવ જોવા મળી શકે છે. જો કે ગુરુના માર્ગી થવા પર કેટલીક રાશિના જાતકોને સંભાળીને રહેવાની જરૂરિયાત પડશે. શત્રુઓમાં વધારો થવો, ધન હાનિ, ષડયંત્રનો શિકાર થવું, બીમાર થવા જેવી નકારાત્મકતાથી ઝઝૂમવું પડે છે. ગુરુમાર્ગી થવાને કારણે કઈ રાશિના લોકોને સાવધાન રહેવાની જરૂરિયાત છે.

ક્યાંક આર્થિક નુકસાન પણ થઈ શકે

મેષઃ- ગુરુ માર્ગી થવાને કારણે આ રાશિના જાતકોને ઘણા ફાયદા કે સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. પરંતુ તમને ક્યાંક આર્થિક નુકસાન પણ થઈ શકે છે. આ સમય દરમિયાન કોઈને ઉધાર આપેલા રૂપિયા અટકી શકે છે. કદાચ તમને તે પૈસા પાછા ના પણ મળે. આ સમય દરમિયાન, તમારે બિનજરૂરી મુસાફરી કરવી પડી શકે છે, જેના કારણે તમારા ધન અને સમય બંનેનો વ્યય થશે. આ સમય દરમિયાન, તમારે બિનજરૂરી ખર્ચા ઉપર લગામ લગાવવી પડશે. જો નકામા ખર્ચાઓ પર નિયંત્રણ લાવશો તો આર્થિક સંકટનો ડર નહીં રહે.

સિંહ રાશિના લોકોના જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે

સિંહઃ- ગુરુ માર્ગીના કારણે સિંહ રાશિના લોકોના જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. કાર્યસ્થળ પર સાવધાની રાખવી. તમારા સાથી મિત્રો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચવાને કારણે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારા કામથી જ મતલબ રાખવો. બેકારની વાતોમાં સમય ના ગુમાવવો. આ વચ્ચે કોઈ વાદ વિવાદ થાય તો તેને સુલઝાવી લો. કોર્ટ કચેરી સુધી વાત વધવા ન દો. એનાથી તમને લાભ થશે.

શત્રુ ભાવમાં હોવાથી વિરોધીઓ કે શત્રુઓની સંખ્યામાં વધારો થઈ શકે

તુલા: ગુરુમાર્ગી સ્થિતિમાં આ રાશિના જાતકોએ સાવધાન રહેવું. શત્રુ ભાવમાં હોવાને કારણે તમારા વિરોધીઓ કે શત્રુઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે એવી સ્થિતિથી બચવાનો પ્રયાસ કરો, જે વાદ વિવાદ વધારનારો હોય. તમારે સંયમથી વર્તવું જોઈએ. વાણી અને વર્તન બરાબર રાખો. આ બંનેના બગડવાના કારણે સંબંધો પર અસર થાય છે. આ સમય દરમિયાન કોઈ બેંક લોન ન લો અથવા કોઈની પાસેથી પૈસા ઉછીના ન લો. આ સમય દરમિયાન કોઈને પૈસા ઉધાર ન આપો. ધનહાનિ થઈ શકે છે.

પરિવારમાં વાદ-વિવાદને કારણે પરેશાની થઈ શકે

ધનુ: ગુરુની સીધી ચાલને કારણે ધનુ રાશિના જાતકોના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ખાસ કરીને તમારા પરિવારમાં વાદ-વિવાદને કારણે પરેશાની થઈ શકે છે. આંતરિક વિખવાદને કારણે તમે તણાવમાં રહી શકો છો. આ માટે તમારે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. આ સિવાય જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો તો સાવધાનીથી વાહન ચલાવો. તમારા સામાનની સલામતી વિશે સજાગ રહો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

નેતાઓના વચનોમાં ભરમાયા વિના ખેડૂતોએ કર્યું રવિ પાકનું ધૂમ વાવેતર

Padma Patel

ગુજરાત એટીએસના દરોડા/ વડોદરાના સીંધરોટમાથી MD ડ્રગ્સનો રૃ. ૪૭૯ કરોડનો જથ્થો જપ્ત કરાયો, 143 કિલો ડ્રગ સાથે 5 લોકોની ધરપકડ

HARSHAD PATEL

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.3 ટકા રહી જીડીપી, ગતિ કેમ ધીમી પડી?

Kaushal Pancholi
GSTV