જસદણનો જંગ જીતવા ગુરુ અને ચેલાએ પૂરી તાકાત લગાવી, કરાયું આ માઇક્રોપ્લાનિંગ

આવતીકાલે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ ચૂંટણી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને હાલમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા જ્યારે કોંગ્રેસમાંથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કરો યા મરો જેવી સ્થિતિ છે. કોંગ્રેસ અને ભાજપના રાજકારણીઓનું ભવિષ્ય દાવ પર લાગેલું છે. ભાજપમાંથી એક જૂથ બાવળિયાના સપોર્ટમાં ન આવ્યું હોવાનું ગુજરાતમાં ચર્ચા ચાલી રહી છે. જે બાવળિયાને હરાવવા નહીં પણ ભાજપના અંદરોઅંદરના જૂથવાદમાં નારાજ હોવાનું સૌરાષ્ટ્રમાં ચર્ચાઈ રહ્યું છે. નાકિયાને કોંગ્રેસે મોટી તક આપી છે. જેમાં તેમને અવસર સાબિત કરવાનો સમય છે. બાવળિયા હાર્યા તો ભાજપની આબરૂ સાથે મંત્રીપદ પણ ગુમાવવાનો વારો આવશે. એટલે નાકિયા કરતાં આ ચૂંટણીમાં બાવળિયાએ ઘણું ગુમાવવાનું છે.

નાકિયાને રાજકારણમાં લાવનાર જ બાવળીયા હતા

ગુજરાતના બહુ ઓછા લોકોને ખબર હશે કે એક સમયે કોંગ્રેસમાં કુવરજી અને અવસર નાકિયા સાથે કામ કરતા હતા એટલું જ નહીં નાકિયાને રાજકારણમાં લાવનાર જ બાવળીયા હતા. કોંગ્રેસના ઉમેદવાર નાકિયા પોતે જાહેરમાં પણ સ્વીકારે છે કે કુવરજી બાવળીયા તેમના ગુરુ હતા આમ જસદણ નો જંગ ગુરુ અને ચેલા વચ્ચે ખેલાઈ રહ્યો છે.

મતદાન શાંતિથી યોજી શકાય તે માટે પૂરી તૈયારી

આવતીકાલે એટલે કે ગુરુવારે મતદાન થવાનું છે તેના આગલા દિવસે ભાજપ અને કોંગ્રેસે જુદા જુદા સમુદાયના મતદારોને બુધ સુધી ખેંચી લાવવા અને પોતાની તરફેણમાં મતદાન થાય તે માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીનું માઈક્રો પ્લાનિંગ થઈ રહ્યું છે બુધવારે પણ બંને પક્ષના ઉમેદવારો અને નાના-મોટા નેતાઓએ જસદણની ગલીઓમાં ફરીને ડોર ટુ ડોર પ્રચાર કાર્ય ચાલુ રાખ્યું છે. બીજી બાજુ ચૂંટણીને લઈને બંને પક્ષ વચ્ચે ગઈકાલે બોલાચાલી અને ઘર્ષણનો માહોલ સર્જાતા મતદાન શાંતિથી યોજી શકાય તે માટે પૂરી તૈયારી કરી છે. 

લશ્કરના 540 જવાનોને પણ ખડે પગે રખાયા

જસદણમાં પોલીસ કાફલો તૈનાત છે તેમજ લશ્કરના 540 જવાનોને પણ ખડે પગે રખાયા છે. આવતીકાલે સવા બે લાખથી વધુ મતદારો ગુરુ અથવા ચેલો તેની પસંદગી કરશે ૨૩મી ડિસેમ્બરે મતગણતરી થશે જસદણનો જંગ ખાસ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. જો જસદણની બેઠક ભાજપ હારશે તો દિલ્હી હાઇ કમાન્ડની નજરમાંથી મુખ્યમંત્રી ઉતરી જશે તે વાત પણ નિશ્ચિત બની છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter