GSTV
Home » News » અંતે દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ પ્રમુખે સ્વીકાર્યુ- મારા કારણે જ ગુપ્તા બંધુએ ‘વૈકલ્પિક માધ્યમ’શરૂ કરીને…

અંતે દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ પ્રમુખે સ્વીકાર્યુ- મારા કારણે જ ગુપ્તા બંધુએ ‘વૈકલ્પિક માધ્યમ’શરૂ કરીને…

ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકોબ જુમાએ તપાસ સમિતિ સમક્ષ કહ્યું હતું કે તેમણે જ ગુપ્તા પરિવારને દેશમાં ‘વૈકલ્પિક માધ્યમ’શરૂ કરવા કહ્યું હતું જેના કારણે ભારતીય મૂળના ગુપ્તા પરિવાર મીડિયા એમ્પાયર ઊભું કરી શક્યું હતું. પૂર્વ પ્રમુખ જુમાને ફેબ્રુઆરી 2018માં રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેમના કાર્યકાળમાં  શરૂ થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરનાર સમિતિ સમક્ષ તેઓ બોલી રહ્યા હતા.

77 વર્ષના જુમા સામેની તપાસમાં ગુપ્તા પરિવાર સાથેના તેમના સબંધો પર વધુ ભાર મૂકાયો હતો. ગુપ્તા પરિવાર પર કેબિનેટમાં પણ કોને લેવા અને કોને પડતો મૂકવો તે નિર્ણય બદલવાનો આરોપ હતો. ઉપરાંત વગ વાપરીને અનેક આકર્ષક ટેન્ડરો પણ પરિવારે મેળવી લીધા હતા. જજ ઝોન્ડોના નેતૃત્વ હેઠળની સમિતિને જુમાએ કહ્યું હતું કે ‘મને ભ્રષ્ટાચાર શિરોમણી કહેવામાં આવતું હતું.મારી બદનામી કરાઇ હતી’એમ તેમણે કહ્યું હતું.

જુમાના શાસન દરમિયાન આખા દેશની સત્તા પચાવી પાડી હોવાનો આરોપ હતો. તેમણે કહ્યું હતું કે આફ્રિકન નેશનલ કોંગ્રેસ-એએનસી- કેટલાક માધ્યમોને વૈકલ્પિક માધ્યમ બનાવવા પ્રયાસ કરતું હતું, પરંતુ અન્ય લોકો સાથે ભાગીદારી કરી હોવા છતાં આ કામને ક્યારે પણ સફળતા મળી નહોતી.

જુમાએ કહ્યું હતું કે તેમણે જ એક છાપુ શરૂ કરવાનું સુચન કર્યુ હતું જેનો એએનસીએ સ્વીકાર કર્યો હતો. આના કારણે ગુપ્તા પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાર પછી તેઓ અને એએનસીના મહામંત્રી ગ્વેન્ડે મનતાશે ગુપ્તા પરિવારને મળ્યા હતા અને છાપા અંગે ચર્ચા કરી હતી. ત્યાર પછી તેમણે ટીવી ચેનલ પણ શરૂ કરી હતી.

READ ALSO

Related posts

બિસ્કિટ કંપની પાર્લે પર મંદીનો માર, 10 હજાર કર્મચારીઓની નોકરીઓ પર ખતરો

Kaushik Bavishi

કાશ્મીર મુદ્દે બાંગ્લાદેશે આપ્યુ નિવેદન,આર્ટિકલ 370 હટાવવું તે ભારતનો આંતરિક મામલો

Mansi Patel

હોંગકોંગમાં પ્રદર્શન વચ્ચે ચીનની અવળચંડાઈ, UK દૂતાવાસના અધિકારીની કરી ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!