GSTV
Home » News » 200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો

200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો

હિન્દુસ્તાનના સ્વીત્ઝર્લેન્ડ તરીકેની ઓળખ ધરાવતા અને સૌથી ખૂબસૂરત હિલ સ્ટેશન પૈકીના એક એવા ઉત્તરાખંડના ઔલીમાં ગુપ્તા બ્રધર્સના શાહી લગ્નની વિધિઓ શરૂ થઇ છે.

દક્ષિણ આફ્રિકા સાથે સંબંધ ધરાવતા વિવાદાસ્પદ NRI ગુપ્તા બ્રધર્સના બે દિકરાઓના હાઇપ્રોફાઇલ લગ્ન ઉત્તરાખંડના શાનદાન હિલસ્ટેશન ઔલી ખાતે થવા જઇ રહ્યાં છે. હાઇ પ્રોફાઇલ લગ્ન એટલા માટે કહી શકાય કારણ કે આ લગ્નમાં 200 કરોડ રૂપિયા ખર્ચ થશે.

આ શાહી લગ્નોત્સવ 18 થી 22 જૂન એમ પાંચ દિવસ સુધી ચાલશે. ગુપ્તા બ્રધર્સના આ ભવ્યાતિભવ્ય લગ્નની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. ગુપ્તા બ્રધર્સના શાહી લગ્નનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે લગ્ન માટે બાહુબલી ફિલ્મ જેવો ભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો છે.

એક અંદાજ મુજબ આ લગ્નમાં 200 કરોડનો ખર્ચ કરવામાં આવશે.જેના માટે ઉત્તરાખંડના મશહૂર સ્કીઇંગ રિસોર્ટમાં શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહેમાનો માટે ફાઇવ સ્ટાર કક્ષાની સુવિધા ઉભી કરવામાં આવી છે.

લગ્નની સજાવટ માટે લગાવાયેલા ભવ્ય સેટમાં પ્રાચીન સ્તંભ તેમજ વિશાળ ઘંટ નજરે પડે છે. જ્યારે કે લગ્ન માટે મનમોહક અને આકર્ષક ફૂલો સ્વીત્ઝર્લેન્ડથી મંગાવવામાં આવ્યા છે.

ફક્ત ફૂલોની સજાવટ પાછળ જ 5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. મહત્વનું છે કે આ લગ્નોત્સવમાં બોલીવુડથી લઇને અન્ય તમામ ક્ષેત્રોના વીવીઆઇપી મહેમાનો ઉપસ્થિત રહેશે.

પ્રથમ લગ્ન અજય ગુપ્તાના પુત્ર સૂર્યકાંતના 18થી 20 જૂનની વચ્ચે હશે. જ્યારે તેમના નાના ભાઈ અતુલ ગુપ્તાના પુત્ર શશાંકના લગ્ન 20થી 22 જૂનના રોજ કરવામાં આવશે. સૂર્યકાંતના લગ્ન, હીરાના વેપારી સુરેશ સિંઘલની પુત્રી, કૃતિકા સિંઘલ અને શશાંકના લગ્ન દુબઇના બિઝનેસમેન વિશાલ જાલાનની પુત્રી શિવાંગી જાલાન સાથે થશે.

ઔલીમાં તમામ હોટેલ્સ બુક

હાલમાં, લગભગ તમામ હોટલ અને રિસોર્ટ એક અઠવાડિયા માટે ગુપ્તા ભાઈઓના નામે થઇ છે. લગ્ન વખતે સુશોભન માટે સ્વિટ્ઝર્લૅન્ડથી 5 કરોડ રૂપિયાના ફૂલો મંગાવવામાં આવ્યાં છે.

200 હેલિકોપ્ટર

મહેમાનોને દિલ્હીથી ઔલી લાવવા માટે લગભગ 200 હેલિકોપ્ટર ભાડે લીધા છે. આ રોયલ લગ્ન માટે, 100 પંડિતો બુક કરાયા છે. વેડિંગ કાર્ડ પણ અનોખું  છે. ચાંદીથી બનેલા કાર્ડનું વજન આશરે સાડા ચાર કિલો છે.

મહેમાનોમાં નેતાઓ, બિઝનેસ લીડર્સ, બોલીવુડ સ્ટાર્સ અને અન્ય પ્રતિષ્ઠિત લોકો શામેલ હશે. લગ્નમાં હાજર મહેમાનોને બદ્રીનાથ મંદિર પણ લઇ જવામાં આવશે. આ ઉપરાંત, મહેમાનો માટે આશરે 400 વિવિધ પકવાનોની વ્યવસ્થા કરવામાં આવશે.

Read Also

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!