GSTV

મેહબૂબા મુફ્તીના ઘરે ગુપકાર બેઠક: ફારૂક અબ્દુલ્લાએ કહ્યું: ભાજપના વિરોધમાં હોવાનો અર્થ રાષ્ટ્ર વિરોધી નથી

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીના ઘરે ગુપકાર ઘોષણા (પીપલ્સ અલાયન્સ ફોર ડિક્લેરેશન)ની બેઠક મળી. આ બેઠકમાં ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે જે લોકો એવો પ્રચાર કરી રહ્યા છે કે ગુપકાર રાષ્ટ્ર વિરોધી છે તેઓ ખોટા છે. અમે ભાજપના વિરોધી છે અને તેનો અર્થ એ નથી કે અમે રાષ્ટ્ર વિરોધી છીએ. ભાજપે દેશ અને દેશના બંધારણને નુકશાન પહોંચાડ્યું છે. અમે ઇચ્છીયે છીએ લે જમ્મુ કાશ્મીરનો અધિકાર પરત મળે.

ભાજપનો વિરોધ દેશનો વિરોધ નથી

તેમણે કહ્યું કે ધર્મ પર અમને વિભાજીત કરવાનો તેમનો પ્રયાસ નિષ્ફળ થયો છે. જયારે અમે 370ના પુનરૂદ્ધારની વાત કરીયે છીએ ત્યારે અમે જમ્મુ અને લદાખમાં ક્ષેત્રીય સ્વાયત્તતાની પણ વાત કરીયે છીએ. જણાવી દઈએ કે 15 ઓક્ટોબરના રોજ ફારૂક અબ્દુલ્લાના ઘરે બેઠક થઇ હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં બેઠક કરીશું અને આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. ત્યારેબાદ આજે શનિવારે બેઠક થઇ રહી છે.

જમ્મુ કાશ્મીરનો પહેલો ઝંડો સંગઠનનું પ્રતીક

તો બીજી તરફ સજ્જાદ લોને જણાવ્યું કે અમે આજની સ્વતંત્ર માળખા અંગે નિર્ણય લીધો છે. ફારૂક અબ્દુલ્લા અમારા અધ્યક્ષ હશે. અમે ટૂંક સમયમાં વાસ્તવિકતા પર એક શ્વેત પત્ર જાહેર કરશું. અમે એક શોધ દસ્તાવેજ આપીશું જેમાં અમે જણાવીશું કે આપણી પાસે શું હતું અને તે શું લઇ ગયા.બે સપ્તાહમાં અમે અમારી આગામી બેઠક જમ્મુમાં કરીશું અને ત્યારબાદ અમારું સંમેલન થશે. રાજ્યનો અમારો પહેલો ઝંડો અમારા ગઠબંધનનું પ્રતીક હશે.

આર્ટિકલ 370 ફરી લાગુ કરવા ગુપકાર બેઠક

જણાવી દઈએ કે ગુપકાર ઘોષણા પીપલ્સ અલાયન્સ ફોર ડિક્લેરેશન જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ફરી લાગુ કરવાની લડાઈ લડી રહ્યું છે. આ સમૂહ ની રચના 22 ઓગસ્ટ 2019ના રોજ ફારૂક અબ્દુલ્લાના ગુપકાર કોડ સ્થિત નિવાસ ખાતે આયોજિત બેઠકમાં થઇ હતી. ગુપકાર સમૂહે જમ્મુ કાશ્મીર માંથી આર્ટિકલ 370 હટાવવાને ગેરબંધારણીય ગણાવતા તેને ફરી લાગુ કરવા માટે સંઘર કરવાની જાહેરાત કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મિર્જાપુર વેબ સિરીઝના વિરોધમાં ઉતર્યા ભાજપ સાંસદ અનુપ્રિયા, જિલ્લાને બદનામ કરવાનો લગાવ્યો આરોપ

Pravin Makwana

નવા અવતારમાં આવી રહી છે Hondaની ‘ખાસ’ કાર, ફક્ત 45 લોકો જ ખરીદી શકશે

Mansi Patel

અર્જુન મોઢવાડિયાએ સીઆર પાટીલ પર લગાવ્યો મોટો આક્ષેપ, ગુજરાતમાં ભાઈનું નહી ભાઉ કહે તેમ ચાલે છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!