GSTV
Home » News » મેક્સિકો બસ સ્ટેશન પર હથિયારધારી શખ્સનો ગોળીબાર, પાંચ લોકોનાં મોત

મેક્સિકો બસ સ્ટેશન પર હથિયારધારી શખ્સનો ગોળીબાર, પાંચ લોકોનાં મોત

સોમવારે મેક્સિકોના ક્વેર્નાવાકામાં એક બસ સ્ટેશન પર હથિયારધારી દ્વારા હુમલામાં પાંચ લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ છે. મેક્સિકોનાં ક્વેર્નાવાકા એક સુંદર શહેર છે, જ્યાં પર્યટકોમાં ઘણો જ લોકપ્રિય છે.મોરેલોસ રાજ્યની સુરક્ષા આયોગે જણાવ્યુકે, બંદુકધારીએ યોજના મુજબ પાંચ વ્યક્તિઓને ટાર્ગેટ બનાવ્યા હતા અને બંદુકધારીએ સિટી સેન્ટરની પાસે એસ્ટ્રેલા ડી ઓરો બસ સ્ટેશન પર ગોળીબાર કર્યો હતો.

સ્થાનિક મીડિયાનાં અહેવાલ મુજબ, બસમાં ત્રણ લોકોની અને શૌચાલયમાં બે વ્યક્તિની હત્યા કરી હતી. અધિકારીઓ મુજબ, મોરેલોસમાં ઓછામાં ઓછા પાંચ માદક પદાર્થ તસ્કરીના ગ્રુપ સક્રિય છે. જેમની વચ્ચે વર્ચસ્વને લઈને હંમેશા અથડામણ થતી રહે છે. જેથી બંદુકધારીએ પાંચ વ્યક્તિઓને ટાર્ગેટ કરીને હત્યા કરી હતી.

ઉલ્લેખનીય છેકે, સરકારે માદક તસ્કરો સામે 2006માં સેના તૈનાત કરી હતી. પરંતુ તેમ છતાં મેક્સિકોમાં હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. વર્ષ 2006થી અત્યાર સુધીમાં 2,50,000થી વધારે લોકોની હત્યા થઈ ચૂકી છે.

READ ALSO

Related posts

દિવાળીમાં લોકોની નજર તમારા પરથી નહી હટે, ટ્રાય કરો આ હિરોઇન્સનો સાડી લુક

Bansari

જીવનમાં અનેક અડચણો આવતી હોય તો નવા વર્ષે કરો આ ઉપાય, ચમકી ઉઠશે તમારી કિસ્મત

Bansari

પેટાચૂંટણીમાં આ બેઠક પર ઓછું મતદાન થવા અંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!